Image Viral Of Indira Gandhi and Karim Lala After Raut Statment
  • Home
  • Featured
  • રાઉતનાં નિવેદનથી ‘રાજકીય હોબાળો’, હવે સામે આવી ઇન્દિરા ગાંધી અને કરીમ લાલાની તસવીર

રાઉતનાં નિવેદનથી ‘રાજકીય હોબાળો’, હવે સામે આવી ઇન્દિરા ગાંધી અને કરીમ લાલાની તસવીર

 | 3:53 pm IST

શિવસેના નેતા સંજય રાઉત દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની અંડર વર્લ્ડ ડૉન કરીમ લાલા સાથેની મુલાકાતવાળા નિવેદન પર હોબાળો મચ્યો છે. કૉંગ્રેસ તરફથી વ્યક્ત કરવામાં આવેલી આપત્તિ બાદ સંજય રાઉતે નિવેદન ભલે પાછુ લઇ લીધું હોય, પરંતુ હવે એક તસવીર સામે આવી છે જેમાં ઇન્દિરા ગાંધી અને કરીમ લાલા એક સાથે જોવા મળી રહ્યા છે. જે તસવીર સામે આવી છે તેમાં પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની સાથે કરીમ લાલા જોવા મળી રહ્યા છે. તસવીરમાં ત્રીજા વ્યક્તિ હ્રદયનાથ ચટોપાધ્યાય પણ જોવા મળી રહ્યા છે. આ તસવીર 1973ની છે જ્યારે હ્રદયનાથ ચટોપાધ્યાયને ભારત સરકાર તરફથી પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

શું છે સમગ્ર વિવાદ?

ઉલ્લેખનીય છે કે શિવસેના સાંસદ સંજય રાઉતે ગત દિવસોમાં એક નિવેદન આપ્યું હતુ. સંજય રાઉતે દાવો કર્યો હતો કે ઇન્દિરા ગાંધી મુંબઈમાં અંડરવર્લ્ડ ડૉન કરીમ લાલાને મળવા આવતા હતા. એક સમય હતો જ્યારે દાઊદ ઇબ્રાહિમ, છોટા શકીલ, શરદ શેટ્ટી મુંબઈ પોલીસ કમિશ્નર નક્કી કરતા હતા. આ સાથે તેમનું કામ મુંબઈમાં મંત્રીઓનું નામ પણ નક્કી કરવાનું હતુ. સંજય રાઉતનાં આ નિવેદનથી હોબાળો મચ્યો. ભારતીય જનતા પાર્ટી તરફથી કૉંગ્રેસ પાસે સ્પષ્ટતા માંગવામાં આવી હતી અને આ મામલો સમજાવવા કહેવામાં આવ્યું હતુ.

રાઉતે નિવેદન પાછું લીધું

બીજી તરફ બીજેપીથી દેવેન્દ્ર ફડણવીસ સતત પ્રહાર કરી રહ્યા હતા તો સંજય રાઉત સામે આવ્યા અને પોતાનું નિવેદન પાછું લઈ લીધું. નિવેદન પાછું લેતા સમયે રાઉતે કહ્યું કે, “અમારા કૉંગ્રેસનાં મિત્રોએ દુ:ખી થવાની જરૂર નથી. જો કોઇને લાગે છે કે મારા નિવેદનથી ઇન્દિરા ગાંધીજીની છબિને ધક્કો પહોંચ્યો છે અથવા કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી છે તો હું મારું નિવેદન પાછું લઉં છું.”

કરીમ લાલાનાં પૌત્રએ પણ કબૂલી વાત

સંજય રાઉતનાં નિવેદન બાદ કરીમ લાલાનો પૌત્ર સામે આવ્યો અને આના પર મહોર મારી. કરીમ લાલાનાં પૌત્ર જેહનઝેબ ખાને કહ્યું કે, “ઇન્દિરા ગાંધી કરીમ લાલાને મળતા હતા. કરીમ લાલાની ઑફિસમાં ઇન્દિરા ગાંધીને મળ્યાની તસવીરો પણ છે. ફક્ત ઇન્દિરા જ નહીં, પરંતુ શરદ પવાર અને બાલ ઠાકરેની તસવીરો પણ કરીમ લાલાની સાથે છે.”

આ વિડીયો પણ જુઓ: રક્ષામંત્રી રાજનાથસિંહ સુરતની મુલાકાતે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન