Imam Mohamad Tawhidi Talking About Rahul Gandhi And Pak
  • Home
  • Featured
  • આ મુસ્લિમ સેલિબ્રિટીએ રાહુલ ગાંધી અને પાકિસ્તાનનો લીધો જબ્બર ઉધડો, ભારત વિશે કહ્યું કે…

આ મુસ્લિમ સેલિબ્રિટીએ રાહુલ ગાંધી અને પાકિસ્તાનનો લીધો જબ્બર ઉધડો, ભારત વિશે કહ્યું કે…

 | 8:31 pm IST

ઑસ્ટ્રેલિયાનાં જાણીતા ઇસ્લામિક સ્કૉલર ઇમામ મોહમ્મદ તૌહિદીએ કૉંગ્રેસ અધ્યક્ષનું પદ છોડી ચુકેલા રાહુલ ગાંધી પર જોરદાર પ્રહાર કર્યો છે. સાથે જ ઇમામ મોહમ્મદ તૌહિદીએ મોદી સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370ને હટાવવાનાં નિર્ણયનું સમર્થન કર્યું છે. તૌહિદીએ ટ્વિટ કરીને રાહુલ ગાંધીને એક ખરાબ નેતા ગણાવ્યા છે. સાથે જ તેમણે કૉંગ્રેસની વચગાળાની અધ્યક્ષ બનેલા યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી પર પણ કટાક્ષ કર્યો છે.

ઇમામ મોહમ્મદ તૌહિદીએ ટ્વિટ કરીને લખ્યું કે, ‘રાહુલ ગાંધી એક ખરાબ નેતા છે, જે ફક્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિરોધ કરવા માટે દુશ્મન સાથે ઉભા રહી જાય છે. સોનિયા ગાંધી પણ ઘણી સારી નથી. ગાઝાનાં કટ્ટરપંથીઓ સાથે તેમના સંબંધો ના ભૂલવા જોઇએ. આ લોકો પોતાના હિતો માટે કામ કરવામાં નિષ્ણાત છે અને પછી કેમેરા પર રડે છે. આ લોકો પ્રોફેશનલ નેતા નથી.’

તો તેમણે એક અન્ય ટ્વિટમાં લખ્યું કે, ‘કાશ્મીર ક્યારેય પણ પાકિસ્તાનનો ભાગ નહોતુ. કાશ્મીર ક્યારેય પાકિસ્તાનનો ભાગ નહીં થાય. પાકિસ્તાન અને કાશ્મીર બંને ભારતનાં ભાગ છે. હિંદુમાંથી મુસ્લિમ બની જવા પર એ તથ્ય બદલાઈ નથી જતુ કે ભારત હિંદુઓની ભૂમિ છે. ભારત ઇસ્લામથી પણ જૂનું છે અને પાકિસ્તાનથી પણ. મહેરબાની કરીને ઈમાનદાર બનો.’

ઉલ્લેખનીય છે કે મોદી સરકારમાં ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં આર્ટિકલ 370ને હટાવવાનાં ઠરાવ દરમિયાન કહ્યું હતુ કે, “અમે જ્યારે કાશ્મીરની વાત કરીએ છીએ, તો તેમાં પાકિસ્તાનનાં કબ્જાવાળું કાશ્મીર પણ આવે છે.” તેમણે અક્સાઈ ચીન પર પણ પોતાના વિચાર રાખ્યા હતા.

આ વિડીયો પણ જુઓ: દ્વારકામાં બોટ દરિયામાં ડૂબી જતા 8 માછીમારોના મોત, 6 લાપતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન