ખેડૂતો લાપસીના આંધણ મૂકો!, આ વર્ષે 97% વરસાદની આગાહી, ગુજરાત માટે કેવું રહેશે ચોમાસું? - Sandesh
NIFTY 11,001.35 +64.50  |  SENSEX 36,509.17 +185.40  |  USD 68.3200 -0.25
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ખેડૂતો લાપસીના આંધણ મૂકો!, આ વર્ષે 97% વરસાદની આગાહી, ગુજરાત માટે કેવું રહેશે ચોમાસું?

ખેડૂતો લાપસીના આંધણ મૂકો!, આ વર્ષે 97% વરસાદની આગાહી, ગુજરાત માટે કેવું રહેશે ચોમાસું?

 | 7:45 am IST

થોડા દિવસો અગાઉ ભારતમાં સરેરાશ વરસાદ પડવાની આગાહી સ્કાયમેટ નામની ખાનગી સંસ્થાએ કરી હતી. હવે ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ પણ દેશમાં સરેરાશ 97 ટકા વરસાદ પડશે એવી આગાહી કરવાની સાથે દુકાળની શક્યત્યા નહિવત્ હોવાનું જણાવ્યું હતું. ભારતીય હવામાન ખાતાએ સોમવારે પત્રકાર પરિષદમાં આ વરસના વરસાદની આગાહી અંગેની જાણકારી આપી હતી. ગયા વરસે આઇએમડીએ 96 મિલીમીટર વરસાદ પડશે એવી આગાહી કરી હતી. એ મુજબ દેશમાં ૯૫ ટકા વરસાદ પડયો હતો. સ્કાયમેટે 2018માં જૂનથી સપ્ટેમ્બરના ચાર મહિના દરમિયાન સરેરાશ 887 મિમિ વરસાદ પડશે એવી આગાહી કરી છે.

ભારત ખેતીપ્રધાન દેશ હોવાથી ખેતી અને અન્ય ઉદ્યોગધંધા ચોમાસા પર અવલંબે છે. એટલે હવામાન ખાતાની વરસાદની આગાહી પર સૌની નજર હતી. આ અંદાજને કારણે બજારમાં અનેક ઉતાર-ચડાવ પણ જોવા મળે છે. બંને સંસ્થાઓએ સરેરાશ વરસાદની આગાહી કરતાં ખેડૂતો અને ઉદ્યોગોએ રાહતનો શ્વાસ લીધો છે. મુંબઈ, પુણે, નાગપુર, નાસિક, ભોપાલ, ઇંદોર, જબલપુર અને રાયપુરમાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં સરેરાશ વરસાદ પડશે. તો જૂનથી સપ્ટેમ્બરના ચાર મહિનાના સમયગાળામાં સૌથી વધુ વરસાદ જૂન અને સપ્ટેમ્બરમાં પડશે એવી આગાહી સ્કાયમેટ દ્વારા કરાઈ છે.

આઇએમડીના જણાવ્યા મુજબ 42 ટકા સામાન્ય વરસાદ અને 12 ટકા સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતાનો અર્થ આ વરસે દેશમાં ચોમાસુ સારું જશે. હવામાન ખાતાની આગાહી મુજબ મેના છેલ્લા અઠવાડિયે કે જૂનની શરૂઆતમાં ચોમાસું કેરળમાં પ્રવેશ કરશે. સતત ત્રીજા વરસે ભારતીય હવામાન ખાતાએ સામાન્ય વરસાદની આગાહી કરી છે. ભારતમાં ગયા વરસે 95 ટકા જેટલો સરેરાશ વરસાદ પડયો હતો.

મહારાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી
આ વરસે સરેરાશ સો ટકા વરસાદ પડશે એવી આગાહી સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે, તો મહારાષ્ટ્રમાં ઉત્તમ વરસાદ પડવાની આગાહી કરાઈ છે. મહત્ત્વની વાત એ છે કે દુકાળની પરિસ્થિતિનો અંદાજ શૂન્ય ટકા હોવાનું જણાવાયું છે.

મહારાષ્ટ્રના વરસાદની તુલનાઃ સ્કાયમેટ અને આઇએમડી (આંકડા મિલીમીટરમાં)

વર્ષ      સ્કાયમેટની આગાહી       IMDની આગાહી     હકીકતમાં પડેલો વરસાદ

2018            100                                    97                   NA
2017            95                                      96                   95
2016           105                                  106                    97
2015           102                                    93                    86
2014           94                                      95                    88
2013           103                                  98                      106

સરેરાશ વરસાદ એટલે કેટલો?
890 મિમિ વરસાદ પડે તો એ સરેરાશ મનાય છે, એના 19 ટકા ઓછો-વધુ વરસાદ પડે તો એ સરેરાશ મનાય છે.

2017માં 100 ટકા વરસાદની આગાહી કરવામાં આવી હતી. 2016માં સરેરાશનો 106 ટકા એટલે કે સરેરાશથી વધુ વરસાદ પડશે એવી IMDની પહેલી આગાહી હતી.

મુંબઈમાં ગરમીનો પારો વધશે
મુંબઈ હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ આગામી થોડા દિવસ મુંબઈમાં તાપમાન 36 ડિગ્રી સેલ્શિયસ જેટલું રહેશે. એ સાથે હવામાં ભેજ વધવાને કારણે બફારાનું પ્રમાણ પણ વધશે. ગરમીમાં લોકોને પાણી વધુ પીવાની સાથે બહારના ઠંડા પીણાં ન પીવાની સલાહ અપાઈ છે.