IMD issues 'red alert' for several states
  • Home
  • Featured
  • વાવાઝોડું ગયું ત્યારે હવે આ રાજ્યોમાં જાહેર કરાઈ વધુ એક ચેતવણી, હવામાન વિભાગનું રેડ એલર્ટ

વાવાઝોડું ગયું ત્યારે હવે આ રાજ્યોમાં જાહેર કરાઈ વધુ એક ચેતવણી, હવામાન વિભાગનું રેડ એલર્ટ

 | 11:25 pm IST

દેશના ઉત્તર ભારતનાં કેટલાંક રાજ્યોમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર જતા હવામાન ખાતાએ રવિવારે પાંચ રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કરેલ છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, રાજસ્થાનમાં આગામી બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. આ રાજ્યોમાં આકાશમાંથી લૂ વરસી રહી છે. હીટવેવને પગલે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સામાન્ય જનજીવનને માઠી અસર થઈ છે. અંગ દઝાડતા ગરમ પવનથી બચવા લોકો ઘરમાં જ પુરાઈ રહ્યા છે. શવિવારે દિલ્હીમાં તાપમાનનો પારો 46 ડિગ્રીએ પહોંચ્યો હતો અને સિઝનનો ગરમમાં ગરમ દિવસ રહ્યો હતો. આને કારણે ગરમીએ સિઝનનો પહેલો રેકોર્ડ તોડયો હતો. આ પાંચેય રાજ્યોમાં આગામી બે દિવસ તાપમાન 47 ડિગ્રીને પાર જવાની આગાહી કરાઈ છે.

હવામાન ખાતાનાં અધિકારી કુલદીપ શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ પૂર્વ ઉત્તર પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. આ વર્ષના ઉનાળામાં હીટવેવનો પહેલો તબક્કો શરૃ થયો હોવાનું શ્રીવાસ્તવે કહ્યું હતું. શનિવારે રાજસ્થાનનું પિલાની, ચુરૃ, શ્રી ગંગાનગર દેશમાં સૌથી ગરમ શહેર રહ્યું હતું અને પારો 46.7 ડિગ્રી નોંધાયો હતો.

કેટલાંક રાજ્યોમાં પાંચ દિવસ લૂ સાથે ગરમ પવન ફુંકાશે

હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી 5 દિવસ પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, વિદર્ભ અને તેલંગણામાં હીટવેવની સ્થિતિ રહેશે. જ્યારે વાર્ષિકથી ૪ દિવસ ગુજરાત, છત્તીસગઢ, ઓડિશા, મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ, આંધ્રનો કાંઠાનો વિસ્તાર, રાયલસીમા, નોર્થ કર્ણાટકમાં ગરમીનો પારો ઊંચો રહેશે.

૨૮મી મે પછી દિલ્હીમાં ગરમીમાં રાહતની સંભાવના : 24થી 27મી સુધી ગરમી વધશે

દેશના કેટલાક વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ પડયા પછી લોકોને ગરમીમાં રાહત મળશે તેમ અધિકારીએ કહ્યું હતું. 28મી મે પછી દિલ્હીમાં હળવો વરસાદ પડી શકે છે ત્યારે લોકોને ગરમીમાં રાહત મળી શકે છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ દિલ્હીમાં 24થી 27 મે સુધી ગરમીમાં વધારો થશે. ૨૯મીએ દિલ્હીમાં તાપમાન 2 કે વાર્ષિક ડિગ્રી ઘટશે પણ ગરમીમાં રાહતની શક્યતા ઓછી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન