IMD Predcits No Railfall in Gujarat
  • Home
  • Ahmedabad
  • ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર, કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે કરી આ આગાહી

ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર, કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે કરી આ આગાહી

 | 2:31 pm IST

શિયાળામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોનાં પાકને નુકસાન થયું છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતનાં ખેડૂતો માટે એક રાહતનાં સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે કહ્યું છે કે, અરબી સમુદ્રમાં બે સિસ્ટમ સક્રિય થઈ છે. પણ તેની અસર ગુજરાતમાં થશે નહીં. અને તે કારણે ગુજરાતનાં વાતાવરણમાં પલટો આવશે. પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કી ન હતી.

ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ જ હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર ઉપર ચક્રવાતી તોફાન ‘પવન’ ને કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં શનિવારે વરસાદ પડવાની આગાહી કરી હતી. અને 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા, કચ્છ સહિત અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા પણ હવામાન વિભાગે કરી હતી.

હવામાન વિભાગની આ આગાહી બાદ ખેડૂતો માટે રાહતનાં સમાચાર છે. ચોમાસું વીતી ગયા પછી પણ વિવિધ સાયક્લોનને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અને તેને કારણે ખેડૂતોનાં પાકને પણ ખાસ્સું એવું નુકસાન થયું છે. તો આગામી દિવસોમાં સાયક્લોનિક સિસ્ટમને કારણે ગુજરાતનાં વાતાવરણમાં પલટો આવશે. પણ વરસાદની આગાહી ન હોવાથી ખેડૂતોએ વાવેલાં શિયાળા પાકને કોઈ નુકસાન નહીં થાય.

આ વીડિયો પણ જુઓઃ

મહેસાણા 15 વર્ષની કિશોરી પર દુષ્કર્મ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન