IMD predicts fresh spell of heavy rainfall in 5 day at some region of Gujarat
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના, જાણો કયાં વિસ્તારોને મેઘો ધમરોળશે

રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના, જાણો કયાં વિસ્તારોને મેઘો ધમરોળશે

 | 11:10 am IST
  • Share

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસથી ફરીથી ચોમાસું જામ્યું છે. છતાંય હજુ પણ રાજ્યમાં 20 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહે અને હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભવના છે.  ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.

હવામાન વિભાગ (IMD)ની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ અતિભારે વરસાદ પડી શકે છે. તેમાં પણ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટા છવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. હાલની આગાહીના આધારે IMDએ રવિવારથી મંગળવાર સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદની વાતાવરણના કારણે તાપમાનનો પારો પણ નીચે ગગડશે.

ગુજરાતમાં 21 સપ્ટેમ્બર સુધી પંચમહાલ, મહિસાગર, ભરૂચ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, અમદાવાદ, અરવલ્લી, આણંદ, ભાવનગર, સુરત, વડોદરા નર્મદા, નવસારી અને તાપી જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો