IMD Predicts Heavy Rain In Several States Including Gujarat
  • Home
  • Featured
  • ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ દિવસથી ચોમાસાની વિદાય

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ દિવસથી ચોમાસાની વિદાય

 | 10:20 am IST

ગુજરાત સહિત સમગ્ર દેશના 13 રાજ્યોમાં આગામી 3 દિવસ ભારે વરસાદ પડવાની શકયા છે. હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદ વરસશે જ્યારે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના મેદાની વિસ્તારોમાં 50-60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

IMDના મતે ગુજરાત ઉપરાંત પૂર્વી ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અંદમાન નિકોબાર અને મેઘાલયમાં ભારેથીથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. ગુજરાત, મધ્ય પ્રદેશના પૂર્વના વિસ્તારો, આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારો, કર્ણાટકના કાંઠાના વિસ્તારોમાં વરસાદ વરસશે. આગામી બે દિવસ દરમિયાન મરાઠાવાડ, ગુજરાત સહિત દક્ષિણ ભારતના પાંચ રાજ્યોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી સાયક્લોનીક સર્ક્યુલેશન સક્રિય થયું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા આ સાયક્લોનીક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં સારો વરસાદ વરસ્યો છે. ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ મુજબ 18મી સપ્ટેમ્બર બાદ સાયક્લોનીક સર્ક્યુલેશન નબળું પડશે અને રાજ્યમાંથી ધીમેધીમે ચોમાસાની વિદાય થશે જયારે તાપમાનમાં વધારો નોંધાઇ શકે છે.

નેપાળમાં 16 થી 18મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી છે. આથી બિહાર અને ઉત્તરપ્રદેશની નદીઓમાં પાણીનો પ્રવાહ વધવાની સંભાવના છે.

આ વર્ષે ચોમાસસાનું ચિત્ર આ પ્રમાણે રહ્યું છે. નોર્થઇસ્ટમાં 18% અને નોર્થવેસ્ટમાં 8% વરસાદની ઘટ નોંધાઇ છે. જ્યારે મધ્ય ભારતમાં 23% અને સાઉથર્ન ભારતમાં 11% વરસાદ સરપ્લસ છે.

આ વીડિયો પણ જુઓ – PM નરેન્દ્ગ મોદીએ ટ્વીટ કર્યો વીડિયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન