IMD predicts rain for North East in next 48 hours
  • Home
  • Featured
  • આગામી 48 કલાકમાં આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, જાણો ગુજરાતની શું રહેશે સ્થિતિ

આગામી 48 કલાકમાં આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, જાણો ગુજરાતની શું રહેશે સ્થિતિ

 | 8:31 am IST

ભારતીય હવામાન ખાતાએ આગાહી કરી છે કે આગામી 48 કલાક દરમ્યાન આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપૂર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની આગાહી છે. આ વિસ્તારોમાં પવન સાથે એકાએક વરસાદ તૂટી પડશે. બીજી તરફ દક્ષિણ ભારતમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં એકાએક ભારે પવન અને વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ પડવાની આગાહી છે. બેંગ્લોરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન ખાતાના કહેવા મુજબ આગામી 24 કલાકમાં હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં ૨૦થી ૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે.

ઉત્તર અને મધ્ય ભારતમાં હીટવેવની સ્થિતિ યથાવત બની રહેશે અને ગરમીમાંથી છૂટકારો મળવાની શક્યતા ઓછી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં આગામી ચાંરથી પાંચ દિવસ સુધી ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે. મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં ગરમીનો પ્રકોપ ખાસ રહેવાની શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન