IMD Predicts Rainfall in Ahmedabad And Other Parts of Gujarat
  • Home
  • Featured
  • અરબી સમુદ્રમાં સર્જાઇ વરસાદી સિસ્ટમ, વાઘ બારસ અને ધનતેરસના દિવસે આ વિસ્તારોમાં વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં સર્જાઇ વરસાદી સિસ્ટમ, વાઘ બારસ અને ધનતેરસના દિવસે આ વિસ્તારોમાં વરસાદની આગાહી

 | 11:52 am IST

ગુજરાતમાં ચાલુ વર્ષે સરેરાશ વરસાદ કરતા પણ ઘણો વધારે વરસાદ વરસ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ પણ થઈ રહ્યો છે. તેમાં ખેડૂતો માટે ફરી નિરાશાભર્યા સમાચાર વહેતા થયા છે. રાજ્યમાં ઠંડા પવનોનું જોર વધતાં અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં તાપમાન ગગડતાં ગરમી ઘટી છે.

પોરબંદરમાં અરબી સમુદ્રમાં લો પ્રેશરના પગલે પોરબંદરનો દરિયો તોફાની બનશે અને આગામી સમયમાં સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં પડશે તેવું હવામાન ખાતાએ જણાવ્યુ હતુ. દક્ષિણ ગુજરાતમાં કપરાડા, વાપી, નવસારીમાં શુક્રવારે સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો.

અરબી સમુદ્ગમાં પ્રેસર સર્જાતા વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. આ સિવાય દિવાળીમાં દરિયામાં ઉદ્દભવેલું વાવઝોડું દિવાળીમાં વિધ્ન બની શકે છે. દરિયાઇ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં અસર થવાની સંભાવના દેખાઇ રહી છે. શનિવાર સુધી સૌરાષ્ટ્રમાં ભારે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા બતાવવામાં આવી રહી છે. ગુજરાતમાં આ વખતે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. જો વાવાઝોડા સાથે વરસાદ પડ્યો તો ખેડૂતોના પાકને ખુબ જ મોટું નુકસાન થશે. ચોમાસાએ વિદાય લીધી હોવા છતાં ગુજરાતમાં વરસાદની આગાહીથી જગતનો તાત ચિંતાામાં પેઠો છે. પોરબંદરના દરિયામાં પણ વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દિવાળીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વાઘ બારસ 24 ઓક્ટોબરે અને ધનતેરસ 25 ઓક્ટોબરે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. દિવાળીના દિવસે પણ વરસાદ પડે તેવી શક્યતા છે. 

આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન શહેરમાં ગરમીથી રાહત રહેવાની સાથે 24 અને 25 ઓક્ટોબરે રાજ્યનાં કેટલાંક વિસ્તારમાં વરસાદી ઝાપટાંની શક્યતા છે. રવિવારે અમદાવાદમાં વહેલી સવારે ઠંડા પવનો અને વાદળિયાં વાતાવરણથી મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે.

રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3.1 ડિગ્રી ઘટીને 32.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 3.4 ડિગ્રી ઘટીને 23.6 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે શહેરમાં દિવસે પણ ગરમીમાં ઘટાડો નોંધાયો હતો.

એક ખાનગી સંસ્થાએ જારી કરેલી વિગતો પ્રમાણે, હાલમાં અરબી સમુદ્રમાં અપરએર સાયક્લોનિક સરક્યુલેશનની અસર વર્તાઈ રહી છે. જેના કારણે આગામી 20થી 23મી ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતાઓ સેવાઈ રહી છે. હાલના અનુમાન મુજબ આ મહિનાના અંતમાં અરબી સમુદ્રમાં સક્રિય થનાર વરસાદી સિસ્ટમથી ગુજરાતના કેટલાક ભાગોમાં છુટા છવાયા ઝાપટા પડી શકે છે.

રાજ્ય હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે, 19 અને 20મીએ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી અને દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટરની પ્રતિ કલાકે પવન ફૂંકાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના વિવિધ શહેરોમાં મોડી રાત્રે ઠંડની અસર વર્તાવા લાગી છે.

આ પણ જુઓ વીડિયો: બાયડ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જશુભાઈ પટેલે આપી પ્રતિક્રિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન