IMD Said rainfall-in-banaskantha-district
  • Home
  • Gujarat
  • ગુજરાતનાં આ જિલ્લામાં વરસાદ પડવાની હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતનાં આ જિલ્લામાં વરસાદ પડવાની હવામાન વિભાગે કરી આગાહી

 | 3:44 pm IST

હાલમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડક હોય છે. ગુજરાતમાં શિયાળાની પૂર્ણાહુતિનો સમય ચાલી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જો અત્યારે માવઠું થાય તો રાજ્યના ખેડૂતો માટે આ એક ખરાબ સમય બની રહેશે. તેમના દ્વારા વાવણી કરવામાં આવેલ રવીપાક ધોવાઇ જશે, નાશ પામશે અને ખેડૂતોની આર્થિક સ્થિતિ બદહાલ થશે.

બનાસકાંઠાના ખેડૂતો માટે વરસાદના માઠા સમાચાર હવામાન વિભાગે આપ્યા છે. કારણ કે અપર એર સાયકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે બનાસકાંઠા વિસ્તારમાં વરસાદની 24 કલાક ની શક્યતા આપી છે. જો કે હવામાન વિભાગની આગાહીના પગલે વહેલી સવારથી બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવી ગયો છે. જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે જો કે હવે આવતીકાલથી રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શકયતા આપી છે અને ગુજરાતમાં શિયાળાની પૂર્ણાહુતિનો સમય ચાલી રહ્યો છે.

યાત્રાધામ અંબાજીમા કમોસમી વરસાદના અમીછાટણા

આજે અંબાજી યાત્રાધામમા વરસાદી માહોલ જોવા મળ્યો હતો, આજે અંબાજીના વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો અને માર્ગો પાણીથી ભીના થયા હતા. આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અંબાજી પંથકમા કાળા ડિમ્બાગ વાદળો છવાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન