IMD Update on Monsoon first Rai likely to be on 1st June in Kerala
  • Home
  • Featured
  • ખેડૂતો-કાળઝાળ ગરમીમાં શેકાતા ભારતીયો માટે ખુશીના સમાચાર, આ તારીખે પધારશે ચોમાસું

ખેડૂતો-કાળઝાળ ગરમીમાં શેકાતા ભારતીયો માટે ખુશીના સમાચાર, આ તારીખે પધારશે ચોમાસું

 | 6:52 pm IST

ભારત આખો કાળઝાળ ગરમીથી શેખાઈ રહ્યા છે. રાજધાની દિલ્હી અને રાજસ્થાનનું ચુરૂ તો રીતસરના આગની ભઠ્ઠી બની ગયા છે. ત્યાં તાપમાન 50 ડિગ્રી પહોંચી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પરંતુ હવામાન વિભાગે ચોમાસાના વર્તારાની આસંકા વ્યક્ત કરીને ટાઢસ બંધાવી છે. હવામાન વિભાગે કેરળમાં ચોમાસુ શરૂ થવાની તારીખ જાહેર કરી છે.

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે કહ્યુ કે, દક્ષિણ-પૂર્વ અને તેની સાથે સંકળાયેલા વિસ્તાર પૂર્વી-મધ્ય અરબ સાગર ઉપર 31 મેથી 4 જૂન દરમિયાન એક ઓછા દબાવનું ક્ષેત્ર બનવાની સંભાવના છે. આ સ્થિતિ દર્શાવે છે કે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ મોનસૂનની શરૂઆત 1 જૂનથી થી શકે છે. તો ભારતીય હવામાન વિભાગએ કહ્યું કે, કેરળમાં એક જૂનથી દક્ષિણ-પશ્ચિમ મોનસૂનની શરૂઆત માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.

મોનસૂન માટે પરિસ્થિતિઓ અનુકૂળ

હવામાન વિભાગ તરફથી જારી બુલેટિનમાં તે પણ કહેવામાં આવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ મોનસૂન માલદીપ-કોમોરિન ક્ષેત્રના કેટલાક ભાગ, દક્ષિણ બંગાળની ખાડીને કેટલોક ભાગ અને અંડમાન સાગર તથા અંડમાન નિકોબાર દ્વીપ સમૂહના બાકીના ભાગમાં આગળ વધ્યું છે. હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દક્ષિણ-પશ્ચિમ મોનસૂન આગળ વધતું જશે કારણ કે આગામી 8 કલાક દરમિયાન માલદીવ-કોમોરિન ક્ષેત્રના કેટલાક અન્ય ભાગમાં તેના માટે પરિસ્થિતિઓ અનુકૂળ થઈ રહી છે. આ કેરળમાં ચોમાસુ દાખલ ખવા અને વરસાદની સિઝનની શરૂઆત માટે શુભ સંકેત છે.

વરસાદની સ્થિતિ જણાવનાર એક ખાનગી હવામાન એજન્સી સ્કાઇમેટ વેધરે કહ્યું હતું કે, ઉત્તર ભારત તરફથી પણ એક પશ્ચિમી વિક્ષોભ ઉભો થશે જે ઉત્તરી અફઘાનિસ્તાન અને આસપાસના ભાગો પર રહેલો છે. આ નવો પશ્ચિમી વિક્ષોભ પશ્ચિમી હિમાલયી રાજ્યોમાં વરસાદની ગતિવિધિઓ વધારશે. આગામી 24 કલાક દરમિયાન ઉત્તરી પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં કેટલિક જગ્યાએ ધુળની ડમરી, અંધકાર અને વિજળીના ચમકારા સાથે હળવો વરસાદ થઈ શકે છે.

સ્કાઇમેટ વેધરના રિપોર્ટ પ્રમાણે કેરળ, દક્ષિણી-આંતરિક કર્ણાટક અને તમિલનાડુના કેટલાક ભાગમાં પ્રી-મોનસૂન વરસાદ યથાવત રહેશે. તો આંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ અને લક્ષદીપ પર ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે દેશના બીજા ભાગમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. તો રાજસ્થાન, મદ્યપ્રદેશ, છત્તીસગઢ અને આંતરિક મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં લૂના પ્રકોપની સાથે હવામાન શુષ્ક રહેશે.

આ વીડિયો પણ જુઓ : ભારતમાં 13 મોટા શહેરો કોરોનાથી સૌથી વધુ કોરોના અસરગ્રસ્ત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન