IMF Decreased India's Growth Projection to 6.1 pc for 2019
  • Home
  • Featured
  • કથળતી અર્થવ્યવસ્થા, વર્લ્ડ બેંક બાદ હવે IMFએ પણ મોદી સરકાર માટે આપ્યા ખરાબ સમાચાર

કથળતી અર્થવ્યવસ્થા, વર્લ્ડ બેંક બાદ હવે IMFએ પણ મોદી સરકાર માટે આપ્યા ખરાબ સમાચાર

 | 9:55 pm IST

વર્લ્ડ બેંક બાદ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે પણ ભારતનાં સંભવિત વિકાસ દરને ઘટાડી દીધો છે. IMFએ ભારતનાં વિકાસ દરને લઇને એપ્રિલમાં લગાવેલા અનુમાનમાં 1.2 ટકાનો ઘટડો કરતા 6.1 ટકા રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. જો કે 2020માં ગ્રોથ રેટ 7 ટકા રહેવાની આશા વ્યક્ત કરી છે. IMFએ 2019માં વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દરનું અનુમાન ઘટાડીને 3 ટકા કરી દીધું છે. ગત વર્ષે આ 3.8 ટકા હતુ. ભારત માટે ખુશીની એક વાત છે કે ગતિમાં ઘટાડો છતા ચીનની સાથે ‘સૌથી ઝડપી અર્થવ્યવસ્થા’ની મહોર ફરી મેળવી શકે છે, જ્યારે 2020માં પહેલા સ્થાન પર આવશે.

2018માં વિકાસ દર 6.9 ટકા રહ્યો હતો

IMFએ એપ્રિલમાં કહ્યું હતુ કે, ચાલુ નાણાંકીય વર્ષમાં ભારત 7.3 ટકાની ગતિથી આગળ વધશે. જો કે 3 મહિના પછી અનુમાનમાં 0.3 ટકાનો ઘટાડો કર્યો હતો. 2018માં વિકાસ દર 6.9 ટકા રહ્યો હતો. આ પહેલા વર્લ્ડ બેંકે ભારતનાં આર્થિક વૃદ્ધિ દરનું અનુમાન ઘટાડીને રવિવારનાં 6 ટકા કરી દીધું હતુ. વર્લ્ડ બેંકે કહ્યું કે મોંઘવારી દર ઓછો છે અને જો નાણાંકીય વલણ નરમ રહ્યું તો વૃદ્ધિ દર ધીમે ધમી સુધરીને 2021માં 6.9 ટકા અને 2022માં 7.2 ટકા થઇ જવાનું અનુમાન છે.

સુધારાઓની અસર કેટલાક મહિના પછી જોવા મળશે

IMFનાં પ્રમાણે આ ઘરેલૂ માંગની આશાથી વધારે ઓછી રહેવાને દર્શાવે છે. IMFએ કહ્યું કે, “નાણાંકીય નીતિમાં નરમ વલણ અપનાવવું, કૉર્પોરેટ ટેક્સ ઘટાડવો, કૉર્પોરેટ અને પર્યાવરણથી જોડાયેલી નિયમનકારી અનિશ્ચિતતાઓને દૂર કરવાનાં તાજેતરનાં પગલા અને ગ્રામીણ માંગ વધારવા સરકારી કાર્યક્રમોથી વૃદ્ધીને સમર્થન મળશે. આની અસર કેટલાક મહિના પછી જોવા મળશે.”

વર્તમાન નાણાંકીય વર્ષનાં પહેલા ત્રિમાસિકગાળામાં પણ ભારત ચીનથી પાછળ

IMFએ ચાલુ વર્ષમાં ચીનનો આર્થિક વૃદ્ધિ દર 6.1 ટકા અને 2020માં 5.8 ટકા પર આવવાનું અનુમાન લગાવ્યું છે, જ્યારે 2018માં ચીનનો આર્થિક વૃદ્ધિ દર 6.6 ટકા હતો. નાણાંકીય વર્ષ 2018-19નાં અંતિમ ત્રિમાસિકગાળામાં ‘દુનિયાની સૌથી ઝડપથી વિકસી રહેલી અર્થવ્યવસ્થા’ની મહોર છીનવાઈ ગઈ હતી. આ ત્રિમાસિકગાળામાં ભારતનો વૃદ્ધિ દર 5.8 ટકા રહ્યો છે, તો ચીનનો આર્થિક વિકાસ 6.4 ટકા રહ્યો છે. વર્તમાન નાણાંકીય વર્ષનાં પહેલા ત્રિમાસિકગાળામાં પણ ભારત ચીનથી પાછળ છે.

આ વિડીયો પણ જુઓ: પાકિસ્તાનને FATFનો ફટકો, આતંકીસ્તાનને ચેતવણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન