IMF may delay bailout package to cash-strapped Pakistan
  • Home
  • Featured
  • પાકિસ્તાનને ચીન પ્રત્યેનો પ્રેમ પડી શકે છે ભારે, રાહત પેકેજ પર લટકતી તલવાર

પાકિસ્તાનને ચીન પ્રત્યેનો પ્રેમ પડી શકે છે ભારે, રાહત પેકેજ પર લટકતી તલવાર

 | 8:12 pm IST

આર્થિક રીતે કંગાળ થવાના આરે ઉભેલા પાકિસ્તાનના ચીન સાથેના મધુર સંબંધો જગજાહેર છે. પરંતુ પાકિસ્તાનને આ સદાબહાર મિત્રતા ભારે પડી શકે છે. આ મિત્રતાના ચક્કરમાં પાકિસ્તાનને આઈએમએફ તરફથી મળવાના રાહત પેકેજ પર પણ સંકટના વાદળ છવાવવા લાગ્યા છે.

આઈએમએફે પાકિસ્તાનની રાહત પેકેજ આપવાના બદલામાં પહેલા ગેરેંટી માંગી છે. આઈએમએફએ સ્પષ્ટ કહ્યું છે કે, પાકિસ્તાન આ રાહત પેકેજનો ઉપયોગ ચીનને દેવું ચુકવવા માટે ના કરી શકે.

એક અહેવાલ પ્રમાણે આઈએમએફએ પાકિસ્તાન પાસેથી છીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીપીઈસી)ની જાણકારી માંગી છે. આઈએમએફના આ પગલાના કારણે પાકિસ્તાનને મળનારી લોનમાં પણ મોડું થઈ શકે છે.

પાકિસ્તાનના સમાચારપત્ર ડોનના જણાવ્યા પ્રમાણે રાહત પેકેજને અંતિમ સ્વરૂપ આપવા માટે પાકિસ્તાન આવનારી આઈએમએફની ટીમની મુલાકાત ટળી શકે છે. બંને પક્ષે કોન્ટ્રાક્ટની રકમને લઈને ઉંડાણપૂર્વક વિચારણા કરવામાં આવી રહી છે. હવે આઈએમએફની ટીમ એપ્રિલના બદલે મે માં પાકિસ્તાન આવી શકે છે. અગાઉ પાકિસ્તાનના નાણાં મંત્રી અસદ ઉમરે આ મહિને જ જણાવ્યું હતું કે, આઈએમએફની એક ટીમ વર્લ્ડ બેંક સાથે ઉનાળાસત્રની બેઠક બાદ તુરંત અહીં આવશે. એપ્રિલના અંત સુધીમાં તો રાહત પેકેજ પર હસ્તાક્ષર પણ થઈ જશે.

આ દરમિયાન જ આઈએમએફ અને વર્લ્ડ બેંકે દુનિયાભરની સરકારોને દેવાની શરતો પર વધારે પારદર્શિતા લાવવા કહ્યું છે. બંને સંસ્થાઓએ તમામ સરકારોને દેવા પર વધારે નિર્ભરતાને લઈને સાવચેત પણ કરી છે.

આ સ્થિતિમાં અગાઉથી જ ચીન પાસેથી મોટા દેવા તળે દબાયેલા પાકિસ્તાન માટે આઈએમએફમાંથી પેકેજ મેળવવું લોઢાના ચણા ચાવવા બરાબર સાબિત થઈ શકે છે. અને ચીનની મિત્રતા પાકિસ્તાનની ભારે પડી શકે છે.

જુઓ આ વીડિયો પણ

વર્લ્ડકપ 2019 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, 3 ગુજરાતીઓને સ્થાન 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન