IMF says corona virus may affect global growth in 2020
  • Home
  • Business
  • IMFના વડાએ કોરોના વાયરસને લઈ કરી મહત્વની આગાહી, કહ્યું- વૈશ્વિક સ્તરે આર્થિક…

IMFના વડાએ કોરોના વાયરસને લઈ કરી મહત્વની આગાહી, કહ્યું- વૈશ્વિક સ્તરે આર્થિક…

 | 11:49 pm IST

છેલ્લા અમુક દિવસથી ચીનમાં કોરોના વાયરસે ભયંકર હાહાકાર મચાવ્યો છે. આ ખતરનાક વાયરસના કારણે ચીનમાં કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. કોરોના વાયરસની અસર વૈશ્વિક બજાર પર પણ પડી રહી છે. ત્યારે આ પરિસ્થિતિઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ(આઈએમએફ) ના વડાએ રવિવારે મોટું નિવેદન આપ્યું છે.

આઈએમએફના વડાએ કહ્યું હતું કે આ વર્ષે કોરોના વાયરસ રોગચાળો વૈશ્વિક આર્થિક વિકાસને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ આ પછી, ઝડપી આર્થિક સુધાર જોવા મળી શકે છે. આઇએમએફના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જોર્જિવાએ દુબઇમાં ‘ગ્લોબલ વિમેન્સ ફોરમ’ માં જણાવ્યું હતું કે વૃદ્ધિ દર ઘટી શકે છે, અમારો અંદાજ છે કે આ ઘટાડો લગભગ 0.1 – 0.2 ટકાની નજીક હોઈ શકે છે.’ મીડિયા રિપોર્ટ મુજબ કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 1600થી વધુ લોકોના મોત થયા છે.

રિપોર્ટ પ્રમાણે આઇએમએફના વડાએ કહ્યું કે,‘હું દરેકને આ સલાહ આપીશ કે જલ્દી કોઈ નિષ્કર્ષ સુધી પહોંચે. અત્યારે પણ અનિશ્ચિતતામાં ઘણું છુપાયેલું છે. અમે પૂર્વાનુમાનોમાં નહીં, પરંતુ પરિદૃશ્યો સાથે કામ કરીએ છીએ, મને 10 દિવસ પછી પૂછજો.’ ઉપરાંત તેમણે કહ્યું કે આના કારણે પર્યટન અને પરિવહન જેવા ક્ષેત્રો પહેલાથી પ્રભાવિત થયા છે. તેમણે કહ્યું કે,‘આ અંગે હાલ કઈ પણ કહેવું વહેલુ હશે, કારણે કે અમે નથી જાણતા કે આ વાયરસ કેવો છે. અમને નથી ખબર કે ચીન આ વાયરસ પર કેટલી જલ્દી કાબૂ મેળવશે. અમે નથી જાણતા કે આ બાકી દુનિયામાં ફેલાશે કે નહીં.’ તેમણે કહ્યું કે જો ‘ઝડપથી કાબુ’ કરવામાં આવે તો તે ઝડપથી ઘટાડો અને ઝડપી ઉછાળો આવી શકે છે, જેને ‘વી-પ્રભાવ’ તરીકે ઓળખવામાં આવે છે.

આ વીડિયો પણ જુઓ: જામનગરમાં નશાનો વેપાર કરતા 2 આરોપીઓ ઝડપાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન