IMF warns of global economic "storm" as growth undershoots
  • Home
  • Business
  • સમગ્ર વિશ્વ પર આર્થિક સંકટનો તોળાતો ખતરો, IMFએ તમામ દેશોને આપી ચેતવણી

સમગ્ર વિશ્વ પર આર્થિક સંકટનો તોળાતો ખતરો, IMFએ તમામ દેશોને આપી ચેતવણી

 | 9:04 am IST

International Monetary Fundએ વૈશ્વિક આર્થિક વિકાસને લઈને દુનિયાને ચેતવણી પાઠવી છે. IMF દુનિયા ભરની સરકારોને સચેત કરતાં કહ્યુ છે કે આર્થિક વિકાસ જે થવો જોઈએ તે થયો નથી. આ માટે આર્થિક સંકટ માટે તૈયાર રહેજો.

IMFના મુખ્ય નિર્દેશક ક્રિસ્ટીન લગાર્ડે વૈશ્વિક આર્થિક વિકાસને લઈને દુબઈમાં આયોજીત વિશ્વ સરકાર શિખર સંમ્મેલનમાં કહ્યુ કે આપણે એક એવી અર્થવ્યવસ્થા જોઈ રહ્યા છીએ જે અનુમાન કરતા પણ ઓછી ગતિથી આગળ વધી રહ્યુ છે. International Monetary Fund તરફથી ગયા મહિને જ આ વર્ષની વૈશ્વિક આર્થિક વિકાસ દરનું પૂર્વાનુમાન 3.7થી ઘટશે અને 3.5 ટકા થઈ જશે તેવું જણાવ્યુ હતુ.

લગાર્ડે એ કારણોને આગળ ધરતા જણાવ્યુ કે વૈશ્વિક અર્થવ્યવસ્થા સુસ્ત પડી છે કેમકે જેને તે અર્થવ્યવસ્થા પર મોટા ખતરો છે. તેમણે ચેતવણી આપતા કહ્યુ કે તોફાન ગમે ત્યારે આવશે અને આર્થિક સંકટ સામે ઉભા રહેવા દુનિયાના વિકસીત દેશોને પણ હાંફવાનો સમય આવી જશે.

આ તમામ જોખમોના કારણે વેપારીક ક્ષેત્રે તણાવ, શૂલ્ક વધી જવી, રાજકોષિય સ્થિતિમાં દબાણ, બ્રેક્ટિઝને લઈને અનિશ્ચિતતા અઇને ચીનની અર્થવ્યવસ્થામાં સુસ્તી આવવા જેવી વિપરીત અસરોનો અંદેશો છે.

IMFના ચીફે સરકારોને સંરક્ષણવાદથી બચીને રહેવાની સલાહ આપી છે, તેમણે જણાવ્યુ કે આપણને અંદાજ પણ નથી કે આને આપણે કેવી રીતે ખતમ કરી શકીશુ, શું આ વેપાર માટે કે બજાર પર આની અસરને રોકી શકીશુ. હાલ તો માત્ર શરૂઆત છે આનાથી પણ ખરાબ પરિસ્થિતિ આવશે તેવુ અનુમાન છે.

લગાર્ડે સતત વધી રહેલા દેવા સામે પણ લાલબત્તી ધરી છે. તેમણે જણાવ્યુ કે આટલા કાળા ડિંબાગ વાદળો છવાયા છે તો ભયંકર તોફાન તો આવશે જ તે નક્કી છે. હવે ચેતી જવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન