Immediately after epilepsy this effective remedy, otherwise ...
  • Home
  • Featured
  • વાઇ આવવા પર તરત જ કરો આ અસરકારક ઉપાય, નહીંતર…

વાઇ આવવા પર તરત જ કરો આ અસરકારક ઉપાય, નહીંતર…

 | 4:47 pm IST

વાઇ એક એવી બીમારી છે જેમા દર્દીને અચાનક વાઇ આવવા લાગે છે. જે તંત્રિકા તંત્રની બીમારી છે. આ બીમારીમાં અચાનક વાઇની બીમારીના કારણે દર્દી તેના મગજનું સંતુલન ખોઇ બેસે છે. તેના હાથ-પગ અકડાઇ જાય છે. શરીરમાં ધ્રુજારી આવવા લાગે છે. તેનો ઇલાજ કરવાથી આ બીમારી પૂર્ણ રીતે સારી થતી નથી. જ્યાં સુધી દર્દી તેની દવા લે છે ત્યાં સુધી તેને સારું રહે છે અને જ્યારે તે દવા બંધ કરે છે તો ફરીથી વાઇની બીમારી શરૂ થઇ જાય છે. આજે અમે તમને વાઇની બીમારીથી થવાના કેટલાક કારણ અને તેના ઘરેલું ઉપાય જણાવીશું. જેની મદદથી તમે રાહત મેળવી શકો છો.

વાઇ આવવાનું કારણ

મગજનું કામ ન્યૂરોન્સનું કામ યોગ્ય રીતે સિગ્નલ આપવા પર નિર્ભર કરે છે. જ્યારે તેમા કોઇપણ પ્રકારની ખામી થાય છે. ત્યારે મગજના કામમાં સમસ્યા આવવાની શરૂ થઇ જાય છે. જેના કારણે દર્દીઓને વાઇ આવવા લાગે છે. તે સિવાય માથા પર ઇજા થવા, વધારે દારૂનું સેવન કરવાથી, બ્રેઇન ટ્યૂમર થવાથી, લકવોસ, પીરિયડ્સમાં ગડબડી તેમજ મગજમાં ઓક્સિજનની ઉણપ થાવ પર પણ વાઇની બીમારી થઇ શકે છે.

વાઇથી રાહત મેળવવા માટે ઘરેલું ઉપાય

સફેદ ડુંગળી
વાઇ આવવાની બીમારીથી છૂટકારો મેળવવા માટે રોજ સફેદ ડુંગળીનો રસ નીકાળીને દર્દીને એક ચમચી પીવડાવવો જોઇએ. જેથી રાહત મળે છે.

તુલસી અને સીતાફળ
તુલસીમાં વધારે પ્રમાણમાં એન્ટી ઓક્સીડેન્ટ રહેલા છે. જે મગજમાં ફ્રી રેડિકલ્સને સારા કરવામાં મદદ કરે છે. વાઇની બીમારીથી છૂટકારો મેળવવા માટે દર્દીઓએ રોજ 20 તુલસીના પાન ખાવા જોઇએ. તે સિવાય તુલસીનો રસ અને સિંધા લૂણ મિક્સ કરીને નાકમાં ઉમેરો, જો તુલસીનો છોડ ન હોય તો તમે સીતાફળના પાનનો રસ પણ નાખી શકો છો.

શેતુર અને દ્રાક્ષનો રસ
શેતુર અને દ્રાક્ષનો રસ વાઇની બીમારી માટે ખૂબ ફાયદાકારક હોય છે. રોજ સવારે દર્દીએ શેતુર અને દ્રાક્ષનો રસ પીવો જોઇએ. આ ઉપાય કરવાથી દર્દીને વાઇની બીમારીથી રાહત મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન