Read The Benefits Of Cauliflower In This Article
  • Home
  • Supplements
  • Sanskar
  • રોગપ્રતિકારક શક્તિ વધારતી કોબીજ  

રોગપ્રતિકારક શક્તિ વધારતી કોબીજ  

 | 11:08 pm IST

સ્વાસ્થ્ય સલાહ :- શુભાંગી ગૌર

ઉનાળો આવે એટલે લીલા શાકભાજી જાણે કે ગાયબ જ થઇ જતાં હોય છે. લીલા શાકભાજીના બદલે ગણ્યાં ગાઠયાં શાકભાજી જ માર્કેટમાં જોવા મળે છે. જેમ કે બટાકા, કોબીજ, ભીંડા વગેરે. એટલે હરીફરીને આ જ શાક આપણે ઉનાળામાં ખાવા પડતાં હોય છે. પણ આ શાકમાં પણ પોષક તત્ત્વો ભરપૂર માત્રામાં મળી રહે છે. ખાસ કરીને કોબીજની વાત કરીએ તો કોબીજમાં વિટામિન, આયરન, પોટેશિયમ વગેરે ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરને ખૂબ લાભદાયી નીવડે છે. તે ઘણી તકલીફમાંથી શરીરને રક્ષા આપે છે. ખાસ કરીને કોબીજ ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જે આપણાં માટે સૌથી મોટી અને અત્યારના સમય પ્રમાણે સૌથી જરૂરી વાત છે. તો ચાલો જાણી લઇએ કોબીજના લાભાલાભ વિશે.

ઇમ્યુનિટી વધારવા માટે

કોબીજમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. અને શરીરને અનેક રોગથી બચાવી રાખે છે. હાલના સમયે જે રીતે અનેક બીમારીઓ ફેલાતી રહે છે ત્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી ખૂબ જરૂરી છે. માટે શરીરને વાઇરસથી બચાવી રાખવા માટે સલાડમાં કોબીજનું સેવન કરો.

સોજાને ઓછા કરવા  

ઘણાં લોકોને અમુક ઉંમર બાદ પગમાં સોજો ચડવાની તકલીફ થતી હોય છે. ખાસ પગ ખાસ્સો સમય સુધી લટકતાં રહે તો સોજો ચડી જતો હોય છે. કોબીજનું સેવન સોજાને ઓછો કરે છે. તેમજ ધીરેધીરે બંધ પણ કરે છે.

આંખોના જતન માટે

કોબીજમાં બીટા કેરાટીન ભરપૂર પ્રમાણમાં હોય છે જે તમારી આંખોનું રક્ષણ કરે છે.

પેષ્ટિક અલ્સરમાં મદદરૂપ

કોબીજમાં ગ્લુટામીન ભરપૂર પ્રમાણમાં હોય છે જે પેષ્ટિક અલ્સરને ઓછું કરવામાં મદદરૂપ થાય છે. પેષ્ટિક અલ્સર જેને પણ થયું હોય તેણે રોજ સલાડમાં કોબીજ ખાવી જોઇએ, તે ખાવાથી તેમાં રહેલું ગ્લુટામીન પેપ્ટિક અલ્સરમાં રાહત આપે છે.

વજન ઘટાડવા

વજન ઘટાડવા માટે પણ કોબીજ ખૂબ ઉપયોગી સાબિત થશે. એક વાડકો કોબીજનું શાક કે સલાડ ખાવાથી તેમાં રહેલી ૩૩ ટકા કેલરી તમારા શરીરમાં જાય છે. જે તમારા પેટને ભરેલું રાખે છે અને ભૂખ નથી લાગવા દેતી. માટે જો તમે વજન ઘટાડવા માંગતા હોવ તો કોબીજનું સલાડ, તેનો સૂપ કે તેનું શાક ખાઇ શકો છો.

શરીરના દુખાવામાં રાહત આપે

આપણે એક જ જગ્યાએ ખાસ્સા સમય સુધી બેસી રહીએ ત્યારે શરીર અકળાઇ જાય છે, અંગોમાં દુખાવો થવા લાગે છે. કોબીજનું સેવન કરવાથી આ દુખાવામાંથી રાહત મળશે.

કબજિયાતથી છુટકારો

કોબીજમાં રેશા ભરપૂર પ્રમાણમાં હોય છે, જેનાથી પાચન ખૂબ સરળતાથી થઇ જાય છે. પાચનક્રિયા સારી રીતે થવાથી કબજિયાતની તકલીફ આપોઆપ દૂર થાય છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન