bharat bandh impact in ahmedabad citi
  • Home
  • Ahmedabad
  • કોંગ્રેસ કાર્યકર્તાઓએ ‘વાહનોની સ્મશાન યાત્રા’ કાઢીને કર્યો વિરોધ, જુઓ Video

કોંગ્રેસ કાર્યકર્તાઓએ ‘વાહનોની સ્મશાન યાત્રા’ કાઢીને કર્યો વિરોધ, જુઓ Video

 | 7:06 pm IST

પેટ્રોલ અને ડિઝલમાં ભાવ વધારાને ધ્યાને રાખીને કોંગ્રેસ દ્વારા ભારતબંધનું એલાન આપવામાં આવ્યું હતુ. જેની અમદાવાદમાં પણ અસર જોવા મળી હતી. અમદાવાદના કોંગ્રેસી કાર્યકરો દ્વારા રસ્તા પર ટાયરો સળગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. જેથી મોટી સંખ્યામાં રોડ પર ટ્રાફીકજામની તકલીફો સર્જાઇ હતી. તેમજ અમદાવાદના દાણીલીમડામાં કોંગ્રેસ કાર્યકરો દ્રારા ‘વાહનોની સ્મશાન યાત્રા’ કાઢીને વિરોધ કર્યો હતો. જેમાં કોંગ્રેસ કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતુ. જેથી પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. પેડલ રિક્ષામાં ટુવ્હીલર મૂકી વિરોધ કર્યો હતો.

પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધરાને લઇને કોંગ્રેસ દ્વારા આજે ભારતબંધનું એલાન આપાવામાં આવ્યું છે. જ્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં બંધને જોરદાર સમર્થન જોવા મળી રહ્યું છે, બોટાદમાં વિરોધ કરવા નિકળેલા 50જેટલા કોંગી કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

અમદાવાદમાં ભારતબંધને કારણે વિરોધો કરી રહેલા કોંગ્રેસી કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા. તો બંધ કરવા નિકળેલા કોંગ્રેસી ઘારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની અટકાયત કરવામાં આવી હતી. તો દાણીલીમડા ક્રોસ રોડ પર કોંગ્રેસી કાર્યકરો દ્વારા બી.આર.ટી.એસ બસને પણ રોકવામાં આવી હતી.

અમરેલીમાં ભારતબંધને સમર્થનમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ બજારમાં દુકાનો બંધ કરાવા માટે નિકળ્યા હતા. જ્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ લોકોને હાથ જોડીને બંધમાં સમર્થન આપવા અપીલ કરી હતી. જ્યારે પોલીસે અગાઉથી સાવચેતીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આણંદમાં પણ પેટ્રોલ ડિઝલના ભાવને લઇને ભારત બંધના આદેશને કોંગ્રેસી કાર્યકરો દ્વારા સફળ બનાવાયો હતો. વિરોધ કરી રહેલા કોંગ્રેસી કાર્યકરો દ્વારા મોધવારીની નનામી કાઢીને વિરોધ કરવામાં આવ્યો હતો.