મહારાષ્ટ્ર બંધની અસર જોવા મળી ગુજરાતમાં, સુરતમાં દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • મહારાષ્ટ્ર બંધની અસર જોવા મળી ગુજરાતમાં, સુરતમાં દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન

મહારાષ્ટ્ર બંધની અસર જોવા મળી ગુજરાતમાં, સુરતમાં દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન

 | 1:10 pm IST

મહારાષ્ટ્રમાં દલીતો અને મરાઠાઓ વચ્ચે ઘર્ષણ થયા બાદ સ્ફોટક બનેલી સ્થિતિને બદલે જનજીવનને વ્યાપક અસર થયાના સમાચાર વચ્ચે ગુજરાતમાં પણ તેની અસર અનુભવાયી હોવાનું જાણવા મળ્યું છે. મહારાષ્ટ્રમાં બસોનું આવાગમન અટકાવી દેવાતા, ગુજરાતમાં સાપુતારા ખાતે મહારાષ્ટ્ર તરફ જતી બસો અટકાવી દેવામાં આવી છે. જેને પરિણામે મહારાષ્ટ્ર જતાં મુસાફરો અટવાઈ પડ્યા છે. મહારાષ્ટ્રમાં ભડકી ઉઠેલી હિંસાને પગલે વલસાડમાં પણ મુસાફરો અટકી પડ્યાં છે. મુંબઈ તરફ જતાં વાહનોને અટકાવી દેવામાં આવ્યા છે. વાપીથી દસ ટ્રિપો અટકાવી દેવાયી છે. નાસિક, બોરિવલી, ઔરંગાબાદ અને ધૂલિયા તરફ જતીટ્રિપોને અટકાવી દેવામાં આવી છે. મહારાષ્ટ્રમાં હિંસા બાદ ગુજરાતમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કોઈ અઈચ્છનિય બનાવ ન બને તે માટે સુરતમાં મોટે પાયે પોલીસ કાફલો ખડકી દેવાયો છે. દરમિયાન ઉધનામાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર આવી ગયા હોવાનું જાણવા મળ્યું છે.  આ ઉપરાંત ગુજરાતભરમાં એલર્ટ જારી કરવામાં આવ્યા છે. દરમિયાન સુરતમાં દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ઉધનામાં ચક્કાજામ કરવામાં આવ્યો છે.

સુરતમાં લોકો ર સ્તા પર આવી ગયા છે. સુરતના રેલવે સ્ટેશન પાસે  લોકો રસ્તા પર આવી ગયા છે. કેટલાંક  બાબા સાહેબની પ્રતિમા પાસે એકઠાં થઈને મહારાષ્ટ્રની હિંસાનો વિરોધ દર્શાવી રહ્યાં છે. તો ઉધનામાં લોકો રસ્તા પર સૂઈ જઈને વાહન વ્યહવારને અટકાવી રહ્યાં છે. આ ઉપરાંત  સુરતમાં દુકાનો બંધ કરાવવા માટે પણ લોકો નિકળી પડ્યા છે.

ઉલ્લેખનિય છે કે કોરેગાંવ હિંસા મામલે મહારાષ્ટ્ર બંધનુ એલાન આપવામાં આવ્યું હોવાથી, માર્ગ પરિવહનને વ્યાપક પ્રમાણમાં અસર થઈ હતી. ભીમા – કોરેગાંવના 200 વર્ષ જૂના જંગની વરસીમાં હિંસા ભડકી ઉઠી છે. આ કોમી હિંસામાં 1નું મોત થયું છે જ્યારે 100થી વધુ લોકોની અટકાયત થઈ છે. બંધની વ્યાપક અસર પૂણે, ઐરંગાબાદ અને મુંબઇ સહિત 13 શહરોમાં જોવા મળી છે. જ્યારે 8 જિલ્લાઓમાં 144ની કલમ લાગુ કરવામાં આવી છે. પુણા, ઔરંગાબાદ સહિતનાં વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ કરી દેવાયી છે. અફવાથી સાવધ રહેવા મુંબઈ પોલીસે પણ અપીલ જારી કરી છે.

મહારાષ્ટ્રમાં બંધને કારણે લોકલ ટ્રેન, બસ અને ખાનગી વાહનવ્યવહારને અસર થઈ છે. જ્યારે આ હિંસા અને રમખાણમાં થયેલા મોતની તપાસ CID ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. CM દ્વારા જ્યુડિશિયલ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરી શાંતિની અપીલ કરી છે.