આ રીતે જાણી શકાય છે કે તમે સારાં માતા-પિતા બનશો કે નહીં - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • આ રીતે જાણી શકાય છે કે તમે સારાં માતા-પિતા બનશો કે નહીં

આ રીતે જાણી શકાય છે કે તમે સારાં માતા-પિતા બનશો કે નહીં

 | 5:00 pm IST

સારાં માતા-પિતા બનવું એક કળા છે. હાર્વર્ડ યુનિવર્સિટીનો એક અભ્યાસ અનુસાર જન્મના આધારે નક્કી થાય છે કે તેઓ ભવિષ્યમાં સારાં માતા-પિતા બની શકશે કે નહીં! આ અભ્યાસમાં જણાયું છે જે લોકો જન્મથી જ સંવર્ધિત જનીનવાળાં હોય છે, એટલે કે તેમનાં નસીબમાં સારાં માતા-પિતા બનવાનું લખ્યું જ હોય છે. જો કે આ વિષય પર અગાઉ થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ઉછેરના તફાવત જનીનમાં રહેલા હોય છે તેને અનુભવી શકાય નહીં.

અગાઉ વૈજ્ઞાનિકો માનતાં હતા કે બાળકો માટેનાં પાલનપોષણની પદ્ધતિ આપણો પોતાનો ઉછેર કેવી રીતે થયો છે તેના પર આધાર રાખે છે. દાખલા તરીકે જેમનાં માતા-પિતા વિનયી હતાં તેઓ પોતે પણ વિનયી બની રહે તેવી અપેક્ષા રાખે છે. હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા આ માટે ડિઅર અને ઓડફિશ એમ બે પ્રકારના નર અને માદા ઉંદર પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. સંશોધકો દ્વારા આ બંને પ્રકારના નર અને માદા ઉંદરોની વર્તનની પદ્ધતિને ટ્રેક કરવામાં આવી હતી. સંશોધકોએ માળો બાંધવો, બચ્ચાઓને ચાટવાં અને બચ્ચાઓને એક સાથે રાખવાં જેવી પ્રવૃત્તિઓ તેઓ કેટલી વાર કરતાં હતાં તેની નોંધ કરી હતી.

અભ્યાસનાં તારણોમાં જોવા મળ્યું કે બંને પ્રકારની પ્રજાતિમાં માદા ઉંદર વધારે વિનયી અને માયાળુ જણાઈ હતી જ્યારે નર ઉંદરમાં તે જોવા મળ્યું નહોતું. ઓડફિશ નર ઉંદરો તેમનાં બચ્ચાંને મોટાં કરવામાં વધારે વ્યસ્ત હતા જ્યારે ડિઅર ઉંદરો બચ્ચાંને મોટાં કરવાની બાબતમાં ઓછા વ્યસ્ત જોવા મળ્યા હતા. પાલનપોષણની રીત પરની અસરનું પરીક્ષણ કરવા માટે સંશોધકોએ પાલનપોષણની રીતોની પરસ્પર અદલાબદલીનો પ્રયોગ કર્યો હતો. સંશોધનમાં જોવા મળ્યું હતું કે ઉંદરોનો પોતાનો ઉછેર કેવી રીતે થયો હતો તેની અસર તેમનાં બચ્ચાઓના ઉછેરમાં નોંધપાત્ર રીતે જોવા મળી નહોતી. તે અસર માત્ર તેમના જનીનની હતી. સંશોધકોને જણાયું કે વ્યક્તિગત જનીન માતા-પિતાનાં વર્તન સાથે સંબંધ ધરાવે છે.