ગુજરાતમાં કઈ તારીખથી સ્કૂલો અને કોલેજો શરૂ થશે? ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મહત્વપૂર્ણ જાહેરાત – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • ગુજરાતમાં કઈ તારીખથી સ્કૂલો અને કોલેજો શરૂ થશે? ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મહત્વપૂર્ણ જાહેરાત

ગુજરાતમાં કઈ તારીખથી સ્કૂલો અને કોલેજો શરૂ થશે? ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મહત્વપૂર્ણ જાહેરાત

 | 12:16 pm IST
  • Share

કોરોના (Corona) બાદ આજે ગાંધીનગર (Gandhinagar) ખાતે કેબિનેટની બેઠક (Cabinet meeting) મળી હતી. જે હાલ પુરી થઈ ગઈ છે. દિવાળી (Diwali) બાદ રાજ્યમાં શાળાઓ ચાલુ કરવા મુદ્દે શિક્ષણમંત્રી (Education Minister) ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasama)એ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 23 નવેમ્બરથી શાળાઓ ખુલશે. ધોરણ – 9થી 12ના વર્ગો SOP પ્રમાણે શરૂ કરાશે. કોલેજોમાં પણ 23 નવેમ્બરથી શિક્ષણકાર્ય શરૂ થવાની જાહેરાત કરાઈ છે.

શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, ધોરણ – 9થી 12ના વર્ગો SOP પ્રમાણે શરૂ કરાશે. દિવાળી પછી માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક, શાળાઓ અને કોલેજો શરૂ થશે, પરંતુ સંસ્થાઓએ વાલીઓની લેખિત સંમતિ મેળવવી પડશે. વિદ્યાર્થીઓની હાજરી ફરજીયાત ગણવામાં આવશે નહીં. કોલેજોમાં પણ 23 નવેમ્બરથી શિક્ષણકાર્ય શરૂ થશે. તબક્કાવાર શિક્ષણકાર્ય શરૂ થશે. કોલેજમાં પ્રથમ મેડીકલ, પેરામેડીકલના વર્ગ શરૂ થશે. સ્નાતક કક્ષાએ ફાઈનલ યરના વર્ગ શરૂ કરાશે. કોલેજો અને સ્કૂલોમાં આચાર્યએ ગાઈડલાઈનનું પાલન કરાવવાનું રહેશે. વિદ્યાર્થીઓને મંજૂરી માટે એક ફોર્મ અપાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દિવાળી પછી શૈક્ષણિક સત્ર લાંબું રાખવા માગે છે. સામાન્ય સંજોગોમાં પહેલું સત્ર જૂન મહિનામા શરૂ થાય છે અને 105 દિવસનું હોય છે. આ સત્ર 21 દિવસના દિવાળી વેકેશન સાથે પૂર્ણ થાય છે, પરંતુ બીજું સત્ર 150થી 155 દિવસનું હશે, કારણ કે આગળના સત્રમાં જે સમય બગડ્યો છે એની ભરપાઈ કરી શકાય. નવેમ્બરના અંતમાં સ્કૂલો ખૂલશે, એ જોતાં એ પછીના પાંચ મહિના મતલબ કે મેના અંત સુધી સ્કૂલોમાં જવું પડશે.

સરકાર દિવાળી વેકેશન પછી ધોરણ 9થી ધોરણ 12ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવવાની તૈયારી કરી રહી છે. આ વર્ષે ગુજરાતની સ્કૂલોમાં દિવાળી વેકેશન બે અઠવાડિયાં વહેલું 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી રાખવામાં આવ્યું છે.

અત્રે નોધનીય છે કે, દિવાળી બાદ શાળા કોલેજ ચાલુ કરવા માટે આજે ગુજરાત સરકાર નિર્ણય જાહેર કરવાની છે. કેબિનેટ બેઠક બાદ શિક્ષણમંત્રી ભુપેંદ્રસિહ ચુડાસમાએ દિવાળી પછી સ્કૂલો ખૂલવાની જાહેરાત કરી દીધી છે. ગઈકાલે (મંગળવારે) મુખ્યમંત્રી નિવાસ્થાને કોર કમિટીની બેઠક મળી હતી, જેમાં આજની કેબિનેટ બેઠકમાં જે મુદ્દાઓ પર ચર્ચા કરવાની હતી તેના વિશે વિચાર વિમર્શ થયા હતા. શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ SOP અંગે પણ માહિતી અપાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકે રાજ્યમાં દિવાળી પછી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં શિક્ષણ કાર્ય ફરી શરૂ કરવાનો મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા અને રાજ્યમંત્રી વિભાવરી બહેન દવેએ આ નિર્ણયની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે કોરોના વાયરસ સંક્રમણ કોવિડ-19ને કારણે ગુજરાત સહિત દેશમાં માર્ચ મહિનાથી શાળા-કોલેજો-શૈક્ષણિક સંસ્થાઓ સંક્રમણ વધે નહિ તે આશયથી બંધ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ અને ભવિષ્ય ન બગડે તે માટે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં શિક્ષણ વિભાગે ઓનલાઇન લર્નિંગની વ્યવસ્થા શરૂ કરીને સફળતા પૂર્વક અમલ પણ કર્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના દર્ષ્ટિવંત નેતૃત્વમાં રાજ્યમાં લોકડાઉન અને હવે અનલોક-1 થી પાંચના વિવિધ તબક્કાઓમાં જનજીવન, આર્થિક, ઔદ્યોગિક ગતિવિધિઓ અટકવા દીધી નથી. ઓનલાઇન શિક્ષણ શાળા-કોલેજના બાળકો વિદ્યાર્થીઓને ઘરે બેઠાં મળે તે સુનિશ્ચિત કર્યુ છે. હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીની રાજ્ય સરકાર આ અનલોક-5માં ભારત સરકારના દિશાનિર્દેશો અને ગાઇડ લાઇનના અનુપાલન સાથે રાજયમાં શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય તબક્કાવાર પૂન: શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

આ નિર્ણયના અંતિમ નિષ્કર્ષ પર આવતાં પહેલાં શિક્ષણ વિભાગ, શાળા-કોલેજ, યુનિવર્સિટીના સંચાલકો-શિક્ષણવિદો એમ વિવિધ સ્ટેક હોલ્ડર્સ સાથે બેઠકોનો દૌર યોજી, સૌના મત મેળવીને સરકારે આખરી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતાની આજે મંત્રીમંડળની બેઠકમાં એ નિર્ણયને મંજૂરી આપી છે.

દિવાળી પછી એટલે કે તા.23મી નવેમ્બરથી રાજ્યમાં માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક અને કોલેજ-યુનિવર્સિટીઝમાં શિક્ષણ કાર્ય શરૂ કરવાનો આજે કેબિનેટે નિર્ણય કર્યો છે. તા.23મી નવેમ્બર સોમવારથી રાજ્યનાં ધો-9 થી 12ના વર્ગો ભારત સરકારની એસ.ઓ.પી ગાઇડલાઇનના સંપૂર્ણ પાલન સાથે શરૂ કરી દેવાશે.

કોલેજોમાં પણ તા.23મી નવેમ્બરથી શૈક્ષણિક કાર્ય શરૂ થશે.

કોલેજો અને યુનિવર્સિટીઝમાં પ્રથમ તબક્કે પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડીકલ અને પેરામેડીકલ વર્ગો શરૂ થશે. તેમજ અંડર ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક કક્ષા માટે માત્ર ફાયનલ ઇયરના જ કલાસ શરૂ કરવામાં આવશે.

ઇજનેરી વિદ્યાશાખામાં પણ ફાઈનલ યર અને આઇ.ટી.આઇ. તથા પોલિટેકનીક કોલેજીસ પણ તા.ર૩મી નવેમ્બર કાર્યરત થશે.

શાળા-કોલેજીસ શરૂ કરતાં પહેલાં દરેક સંકુલમાં સ્વચ્છતા-સફાઇ સુવિધા, થર્મલ ગનથી વિદ્યાર્થીનું ચેકીંગ, સેનીટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની રહેશે.

વર્ગખંડોમાં અને શાળા-કોલેજ સંકુલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય એટલું જ નહિ, માસ્કનો ફરજિયાત ઉપયોગ થાય.

શાળા-કોલેજથી નજીકના અંતરે મેડીકલ સેવાઓ ઉપલબ્ધ હોય તેની પણ ખાતરી કરવી પડશે.

ભારત સરકારની એસ.ઓ.પી.ને અનુસરતાં રાજ્યમાં શાળા-કોલેજો દ્વારા જે ઓનલાઇન એજ્યુકેશન વ્યવસ્થા કરવામાં આવી છે તે યથાવત ચાલુ રાખવામાં આવશે.

રાજ્યમાં આવેલી તમામ બોર્ડની બધી જ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને સેલ્ફ ફાયનાન્સ સ્કુલ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ આદિજાતિ વિકાસ વિભાગની શાળાઓને આ એસ.ઓ.પી સમાન રીતે લાગુ પડશે.

આગામી તા.23 નવેમ્બરથી રાજ્યમાં ધો-9 થી 12ની શાળાઓ તેમજ પી.જી, મેડીકલ-પેરામેડિકલ ઉપરાંત અંડર ગ્રેજ્યુએટ ફાયનલ ઇયરના વર્ગો શરૂ થશે. બાકીના વર્ગો-ધોરણોના શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગે સમયાનુસાર યોગ્ય નિર્ણય લઇને સરકાર પછીથી જાહેરાત કરશે.

શાળામાં વિદ્યાર્થીની હાજરી ફરજિયાત રાખવામાં આવી નથી.

શાળાએ આવવા માટે વિદ્યાર્થીના માતા-પિતા કે વાલીની લેખિત સંમિત પણ સંસ્થાઓએ મેળવવાની રહેશે.

વિદ્યાર્થી પોતાનું માસ્ક, પાણીની બોટલ, પુસ્તકો, નાસ્તો વગેરે ઘરેથી જ લાવે અને અન્ય છાત્રો સાથે આપ-લે ન કરે તે જોવા પણ જણાવવામાં આવશે.

વર્ગખંડમાં રિવાઇઝડ બેઠક વ્યવસ્થા મુજબ બે વિદ્યાર્થી વચ્ચે ઓછામાં ઓછું ૬ ફૂટનું અંતર રાખવું પડશે.

શાળા-કોલેજ સંકુલમાં વિદ્યાર્થીઓની ભીડભાડ ન થાય તે માટે વિદ્યાર્થીઓ તબક્કાવાર આવે તેવું આયોજન આચાર્ય-પ્રિન્સીપાલે ગોઠવવાનું છે.

આ હેતુસર રાજ્ય સરકારે ઓડ ઈવન એટલે કે ધોરણ 9 અને 11 માટે અઠવાડિયા માં ત્રણ દિવસ અને 10 તેમજ 12 માટે ત્રણ દિવસ શાળા માં શિક્ષણ કાર્ય થાય તેવી વ્યવસ્થા પણ જરૂરિયાત મુજબ ગોઠવવા જણાવ્યું છે.

વિદ્યાર્થીઓ ક્રમાનુસાર અઠવાડિયામાં નિયત કરેલા દિવસોએ શાળામાં આવે અને બાકીના દિવસોમાં ઘરે બેઠાં એસાઇનમેન્ટ કરે તેવું આયોજન કરવા પણ સૂચવવામાં આવ્યું છે.

સામુહિક પ્રાર્થના – મેદાન પરની રમત-ગમત કે અન્ય સામુહિક પ્રવૃત્તિ ન કરવા પણ સૂચના આપી છે.

વાલીઓ તેમના વ્યકિતગત ટ્રાન્સપોર્ટેશનનો જ ઉપયોગ બાળકને સ્કુલે જવા-આવવા કરે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

જે વિદ્યાર્થીઓ પબ્લીક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય તેમને પણ શાળા તરફથી સાવચેતી-સતર્કતાનું યોગ્ય માર્ગદર્શન અપાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન