Important decision of CM Rupani regarding Unlock-2 in Gujarat
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં અનલૉક- 2ને લઈ CM રૂપાણીની મોટી જાહેરાત, અમલમાં આવનાર ગાઇડલાઇન જાહેર

ગુજરાતમાં અનલૉક- 2ને લઈ CM રૂપાણીની મોટી જાહેરાત, અમલમાં આવનાર ગાઇડલાઇન જાહેર

 | 12:14 pm IST

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે અનલોક-1નો આજે છેલ્લો દિવસે છે. ત્યારે આગામી સમયમાં અનલોક-2 મુદ્દે CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. બેઠક પુરી થયા પછી રાજ્યમાં અનલોક-2 કેવું રહેશે તેનો એક મેપ દર્શાવવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ અનલૉક 2 અંતર્ગત આવતીકાલે 1 જુલાઈ બુધવારથી ગુજરાતમાં દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે તેવો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે.

સીએમ વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકારના દિશા નિર્દેશો અનુસાર સમગ્ર રાજ્યમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કરફ્યુનો અમલ કરવાનો રહેશે. કેન્દ્ર સરકારે તારીખ 1 જુલાઈથી અનલૉક 2 અંતગર્ત જે નવા દિશા નિર્દેશો આપેલા છે તેને પગલે મુખ્યમંત્રીએ ગુજરાતમાં દુકાનો અને હોટલ રેસ્ટોરન્ટ માટે આ બે મહત્વપૂર્ણ નિર્ણયો હાલ કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અનલૉક-2 મુદ્દે CMની અધ્યક્ષતામાં આજે એક બેઠક મળી હતી. આ હાઈપાવર કમિટીની બેઠકમાં લોકડાઉન-2 મુદ્દે દુકાનો, હોટલ અને રેસ્ટોરન્ટો માટે નિર્ણય લેવાયો છે. બીજી બાજુ કેન્દ્રની ગાઈડલાઈનના આધારે ગુજરાતમાં તેને અમલીકરણ બનાવાઈ છે. આજની હાઈપાવર કમિટીની બેઠકમાં નીતિન પટેલ, પ્રદીપસિંહ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય આરોગ્ય વિભાગ અને ગૃહ વિભાગના અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. કેન્દ્ર સરકારની ગાઇડ લાઇનના આધારે રાજ્યમાં અમલીકરણ માટે અંતિમ નિર્ણય આજે મોડી સાંજે રાજ્ય સરકાર નિર્ણય જાહેર કરશે તેવું જણાવાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, અનલોક 1માં સાંજના 7 વાગ્યા સુધી જ વ્યાપાર-ધંધા અને રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવી હતી. જ્યારે રાત્રિના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુનો લાદવામાં આવ્યો હતો. આમ હવે દુકાન ધારકોને એક કલાકની અને રેસ્ટોરન્ટ માલિકોને બે કલાકની વધુ રાહત આપી છે. જ્યારે કર્ફ્યુમાં પણ 1 કલાકની રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે.

શેમાં છૂટ મળી

  • દુકાન,ધંધા વેપાર રાત્રિના 8 કલાક સુધી ખુલ્લા રાખી શકાશે 
  • રેસ્ટોરન્ટ-ખાણીપીણી રાત્રિના 9 કલાક સુધી ખુલ્લા રાખી શકાશે 
  • કન્ટેઇન્મેન્ટ ઝોનમાં રહેતા વેપારી,કર્મચારીઓ ધંધા-વેપાર કે નોકરીએ જઇ શકશે નહીં 
  • ખાનગી બસો અમદાવાદ-સુરત માટે જીએસઆરટીસીની જાહેર કરાયેલી શરતો પ્રમાણે ચલાવી શકાશે,એ જ રીતે અન્ય વિસ્તારમાં પણ ખાનગી બસ જીએસઆરટીસીની શરતો પ્રમાણે ચલાવી શકાશે. 
  • હોટેલ,રેસ્ટોન્ટ અને બીજી હોસ્પિટાલિટી સર્વિસીઝ તા. 8 જૂનથી અમલમાં મુકાયેલી માર્ગદર્શિકા પ્રમાણે ચાલુ કરી શકાશે 
  • સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને સ્ટેડિયમ પ્રેક્ષકો વગર ખોલી શકાશે,પ્રેક્ષકોને મંજૂરી નથી. લાઇવ ટેલિકાસ્ટ કરી શકાશે.

આ પણ જુઓ વીડિયો: 1 જુલાઇથી અમલમાં આવનાર અનલોક 2 ની ગાઇડલાઇન જાહેર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન