અંડર-19માં અર્જુનના સિલેકશન પર સચિન તેંડુલકરે શું કહ્યું? - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • અંડર-19માં અર્જુનના સિલેકશન પર સચિન તેંડુલકરે શું કહ્યું?

અંડર-19માં અર્જુનના સિલેકશન પર સચિન તેંડુલકરે શું કહ્યું?

 | 10:53 pm IST

શ્રીલંકાના પ્રવાસ માટે આજે ટીમ ઇન્ડિયાની અંડર-19 ટીમની જાહેરાત થઇ, તો દુનિયાના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના દીકરા અર્જુન તેંડુલકર માટે એક ખાસ પ્રસંગ બની ગયો છે. અર્જુનને પહેલી વખત ટીમ ઇન્ડિયાની અંડર-19 ટીમમાં જગ્યા મળી છે. જુનિયર તેંડુલકરની આ પસંદગી બાદ ભારતીય ટીમના ખેલાડીઓની યાદીમાં હવે એક વખત ફરીથી ‘તેંડુલકર’ ઉપનામ સામેલ થશે. અર્જુનની આ પહેલી મોટી સફળતા બાદ અર્જુનના પિતા તેંડુલકરે કહ્યું કે આ તેના (અર્જુન) જીવનનો ખાસ પડાવ છે.

જુનિય તેંડુલકરની પસંદગી બાદ તેના પિતા સચિન તેંડુલકરે પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે અમને ખુશી છે કે અર્જુનને અંડર-19 ટીમમાં જગ્યા મળી છે. તેની ક્રિકેટર કેરિયરમાં આ એક અગત્યનો પડાવ છે. અંજલી (તેંડુલકર) અને હું હંમેશા અર્જુનની પસંદને સપોર્ટ કરીએ છીએ અને તેની સફળતા માટે પ્રાર્થના કરીએ છીએ.

આપને જણાવી દઇએ કે 18 વર્ષનો અર્જુન ડાબા હાથનો ઝડપી બોલર છે અને નીચલા મધ્યક્રમમાં ઉપયોગ બેટ્સમેન પણ છે. તેની લંબાઇ છ ફૂટ એક ઇંચ છે. બેંગલુરૂમાં ગુરૂવારના રોજ ભારત અંડર-19 બે ટીમો જાહેર કરાઇ. તેનું નેતૃત્વ અનુજ રાવત અને આર્યન જુયાલ કરશે. આ પસંદગી બેઠક દિલચસ્પ બની ગઇ કારણ કે આશિષ કપૂર, જ્ઞાનેંદ્ર પાંડે અને રાકેશ પારિખની ત્રણ સભ્ય પસંદગી સમિતિએ જુનિયર તેંડુલકરને લાંબા ફોર્મેટ માટે પસંદ કર્યો.

અર્જુનના કુચ બેહાર ટ્રોફી (રાષ્ટ્રીય અંડર-19)ની પાંચ મેચોમાં 18 વિકેટ છે અને એ સત્રમાં વિકેટ મેળવનાર બોલર્સની યાદીમાં 43મા નંબર પર છે. તેણે મધ્યપ્રદેશની વિરૂદ્ધ પાંચ વિકેટ (95 રન આપી પાંચ વિકેટ) લીધી હતી. દિલચસ્પ છે કે હિમાચલ પ્રદેશના આયુષ જામવાલ (50 વિકેટ)ને કોઇપણ ટીમમાં જગ્યા મળી નથી કારણ કે તેની ઉંમર વધુ થઇ ગઇ છે.

બીસીસીઆઈના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે બીસીસીઆઈ અને કોચ રાહુલ દ્રવિડના સ્પષ્ટ દિશાનિર્દેશ છે કે જે ખેલાડી આ વર્ષે 19 વર્ષની ઉંમરને પાર કરશે તેને ટીમમાં પસંદ કરાશે નહીં. ભલે પછી તે સારું પ્રદર્શન જ કેમ કરતા હોય. રાહુલના મતે આ ખેલાડીઓને રણજી ટ્રોફી મેચ રમવું જોઇએ. આથી ઘણા છોકરાઓ અર્જુનથી આગળ હતા તે ડિસ્ક્વોલિફાઇડ થઇ ગયા.