NIFTY 9,574.95 -55.05  |  SENSEX 31,138.21 +-152.53  |  USD 64.5200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • સાવધાન! એક નાનકડી બેદરકારી અને કરોડોની મિલકત થઈ જશે બેનામી

સાવધાન! એક નાનકડી બેદરકારી અને કરોડોની મિલકત થઈ જશે બેનામી

 | 4:03 pm IST

કેન્દ્ર સરકાર બધી મહત્વની યોજનાઓને વ્યક્તિના આધારનંબર સાથે સાંકળી રહી છે. આ સંજોગોમાં કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણની જાહેરા કરીને દરેક વ્યક્તિને તેમની સંપત્તિને PAN અને આધાર કાર્ડ સાથે જોડવાનો આદેશ આપ્યો છે. જો વ્યક્તિ પોતાની સંપત્તિને આધાર અને પાનકાર્ડ સાથે લિન્ક નહીં કરવાની બેદરકારી દાખવશે તો કરોડોની મિલકત પછી બેનામી મિલકત બની જશે.

કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લેતા કહ્યું છે કે DILRMP (ડિજીટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ) હેઠળ જમીનને લગતા દરેક પ્રકારના રેકોર્ડને આધાર કાર્ડ અને PAN સાથે જોડવા પડશે. માનવામાં આવે છે કે સરકારના આ નિર્ણયથી સંપત્તિના રેકોર્ડ આધાર કાર્ડથી લિંક કર્યા બાદ બેનામી સંપત્તિ તથા જમીનની સોદાબાજીમાં થનારા ભ્રષ્ટાચાર રોકવામાં સહાયતા મળશે.

સરકાર મુજબ જો સંપત્તિના રેકોર્ડને આધાર કાર્ડ સાથે જોડવામાં આવશે તો તેના કારણે જમીનના રેકોર્ડમાં પારદર્શકતા આવશે. કેન્દ્ર સરકારે તેના માટે દરેક રાજ્યોમાં તથા સંઘ શાસિત પ્રદેશોમાં એક પત્ર નિર્દેશિત કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે વર્ષ 1950થી 14 ઓગસ્ટ, 2017 સુધીની દરેક પ્રકારની સંપત્તિને PAN-આધારનંબર સાથે લિન્ક કરવી ફરજિયાત છે.