Important statement of Minister of State for Home Affairs Pradipsinh Jadeja on the issue of Pasha Act
  • Home
  • Featured
  • પાસા એક્ટ મુદ્દે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું મહત્વપૂર્ણ નિવેદન, જાણો કોંગ્રેસ પર શું લાગ્યા ગંભીર આક્ષેપ?

પાસા એક્ટ મુદ્દે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું મહત્વપૂર્ણ નિવેદન, જાણો કોંગ્રેસ પર શું લાગ્યા ગંભીર આક્ષેપ?

 | 12:23 pm IST

ગુજરાત અસામાજિક પ્રવૃતિઓ અટકાવવા બાબત અધિનિયમ- 1985’ અર્થાત ‘પાસા એક્ટ’માં સુધારો સુચવતુ વિધેયક મંગળવારે ભાજપે બહુમતીના જોરે વિધાનસભામાં મંજૂર કરાવ્યું હતુ. પાંચ કલાકથી વધુ સમય થયેલા વિચાર- વિમર્શ, સુચન-સંવાદમાં ભાજપ- કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે બરોબરની તડાફડી થઈ હતી.

આજે વિધાનસભાના ચોમાસું સત્રનો ત્રીજો દિવસ છે. ત્યારે આજે ગૃહમાં રજૂ થનાર ગુજરાત ગુંડા અને અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા વિધેયક પહેલા રાજ્યના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પાસા એક્ટ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન સામે આવી રહ્યું છે.

રાજ્યના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પાસા એક્ટ અનુવયે જણાવ્યું હતું કે, હવેથી રાજ્યમાં જાતીય સતામણી, સાયબર ક્રાઈમનો પાસા એક્ટમાં સમાવેશ કરવામાં આવશે. જેથી મહિલાઓ ઉપર થતા અત્યાચારો પર અકુંશ લાગશે. પ્રદિપસિંહે ઉમેર્યું હતું કે, કોંગ્રેસના શાસનકાળ દરમિયાન રાજ્યમાં ગુંડાઓ બેફામ હતા. પરંતુ કોંગ્રેસે પોતાના શાસનકાળ દરમિયાન ગુંડાઓ સામે કડક કાયદો બનાવ્યો નથી.

પરંતુ હવેથી રાજ્યમાં ગુંડાઓને છાવરવા માંગતી નથી. ભાજપના રાજમાં કોઈ ગુંડાઓનં છોડવા માંગતી નથી. રાજ્યમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જાતીય સતામણી અને સાયબર ક્રાઈમના ગુનાઓને પાસામાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત ગુંડા નાબૂદી ધારાનો કાયદો ભાજપે બનાવી દીધો છે. પરંતુ તેમને ઉમેર્યું હતું કે આ કાયદાનો દુરુપયોગ ન થાય તેની ખાસ કાળજી રાખવી પડશે, તેવી વ્યવસ્થા ગોઠવવી પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મંગળવારે ગુજરાત વિધાનસભામાં પાસા એક્ટ પ્રસાર કરવામાં આવ્યો છે ત્યારે ગૃહમાં ગાંધીનગરના ડો.સી.જે.ચાવડાએ તો ”પક્ષપલટો કરનારા અને કરાવનારા એ બેઉ નૈતિક સ્તરે લોકશાહીના હત્યારા, ગુનેગાર છે” એમ કહીને જનમત સાથે દ્રોહ કરનારા રાજકિય તત્વો સામે પાસા એક્ટ લગાવવા સુધારો સુચવતા ગૃહમાં સ્તબ્ધતા પ્રસરી ગઈ હતી.

જો કે, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વિપક્ષ તરફથી સુચવાયેલા અનેક સુધારાઓ ફગાવ્યા હતા. 35 વર્ષ પછી પાસા એક્ટમાં સુધારાથી ભાજપની સરકારો નિષ્ફળ નિવડી છે એવી પ્રતિતિ થઈ રહ્યાનું કહેતા કોંગ્રેસના ચાવડાએ કહ્યુ કે, ગુજરાતમાં આવો સડો હતો જ નહી.

આ તો રાજકિય છત્રતળે ઉછરેલા નિરવ મોદી- લલિત મોદી જેવા પાક્યા એટલે ગુનાખોરી વધી. સરકાર જુગાર રમવા, સોશિયલ મિડિયામાં કોમેન્ટ કરવા જેવા વિષયોમાં પાસા લગાડવાનો પ્રસ્તાવ લાવી જ છે તો પ્રદુષણ ફેલાવનારા કેમિકલ માફિયા, શ્રમિકોનુ શોષણકર્તાઓને પણ આવરી લેતી નથી ?

ઉનાના પૂંજા વંશે તો હયાત પાસા એક્ટ હેઠળ મોટાભાગના આરોપીઓ બે મહિનામાં જ છુટી જતા હોવાનું કહીને સરકાર રાજકિય એજન્ડા સેટ કરવા કાયદો બદલી રહ્યાનું કહ્યુ હતુ. તેમણે ”ગૃહમંત્રી જાડેજાના નેતૃત્વમાં પાસા હેઠળ કેટલી અટકાયત થઈ, તેમાંથી પાસા બોર્ડમાં કેટલા છૂટયા અને કેટલાને હાઈકોર્ટે છોડયા તેની માહિતી જાહેર કરવા” પડકાર ફેંક્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન