આનંદીબહેનના મામલે આવ્યા મોટા સમાચાર, સૌરભ પટેલ સાથેની મીટિંગ પલટશે બાજી? - Sandesh
NIFTY 10,491.05 +108.35  |  SENSEX 34,142.15 +322.65  |  USD 64.7300 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • આનંદીબહેનના મામલે આવ્યા મોટા સમાચાર, સૌરભ પટેલ સાથેની મીટિંગ પલટશે બાજી?

આનંદીબહેનના મામલે આવ્યા મોટા સમાચાર, સૌરભ પટેલ સાથેની મીટિંગ પલટશે બાજી?

 | 12:55 pm IST

હાલમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેનને લઈને સૌથી મોટા સમાચાર મળ્યા છે. હાલમાં આનંદીબહેને ચૂંટણી નહીં લડવા અંગે રાષ્ટ્રીય અધ્યક્ષને પત્ર લખ્યો હતો. હાલમાં આનંદીબેન પટેલને મળવા ટોચના નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી સૌરભ પટેલ તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. ચર્ચા છે કે આ મીટિંગ આખી બાજી પલટાવી શકે છે. હાલમાં ગુજરાતના પૂર્વ CM આનંદીબહેન પટેલે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને લખેલો એક કાગળ જાહેર થયો છે. આ પત્રમાં આનંદીબહેન પટેલે જણાવ્યું છે કે તેઓ આ વિધાનસભાની ચૂંટણી નહીં લડે અને વરિષ્ઠ નેતાઓ નવા લોકોને આગળ કરે.

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અચાનક જ વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી સૌને આંચકો આપી દીધો છે. આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદેથી પણ આ રીતે અચાનક જ રાજીનામું આપ્યું હતું અને ફેસબૂક પર તેની જાહેરાત કરી હતી. આનંદીબેન પટેલે પોતાના ચૂંટણી નહીં લડવાના નિર્ણય માટે ભાજપ દ્વારા 75 વર્ષથી વધુ વયના લોકોને સત્તામાં નહીં રહેવાના નિયમને આગળ ધર્યો છે. આ પહેલાં તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું ત્યારે પણ આ જ કારણ આગળ ધર્યું હતું. જોકે, રાજકીય વર્તુળોના મતે આનંદીબેન પટેલના રાજીનામા પાછળ ભાજપનો આંતરીક વિખવાદ જવાબદાર છે. ગુજરાત ભાજપ પર વર્ચસ્વ જમાવવા માટે આનંદીબેન અને અમિત શાહ વચ્ચે સતત સંઘર્ષ ચાલે છે. આ કારણે આનંદીબેને રાજીનામું ધરી દીધું હોવાનું જાણવા મળ્યું છે.

રાજ્ય વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. શનિવારે રાત્રે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભાજપના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની ઘરે જઈ મુલાકાત લેતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. ગાંધીનગર સર્કિટ હાઉસ સામે આવેલા આનંદીબહેન પટેલના નિવાસસ્થાને લગભગ અઢી કલાક ચાલેલી ભાજપ પ્રમુખ અમિત શાહ અને આનંદીબહેનની મુલાકાતે માત્ર સૌજન્ય મુલાકાતથી આગળ વધીને એક રાજકીય મુલાકાતના રૂપમાં પરિણમી હોવાનું જાણવા મળ્યું હતું પાટીદારોને મનાવવાની એકેય કોશીશ સફળ નથી થઈ રહી, ત્યાં દલિતો પર છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા હુમલાને કારણે દલિતોએ પણ ભાજપથી અંતર સાધી લીધું છે. આ કપરી સ્થિતિમાં ભાજપને ફરી આનંદીબેનને શરણે જવું પડ્યું હોવાની ચર્ચા હતી. આનંદીબેન અને અમિત શાહ વચ્ચે છેલ્લા ઘણા સમયથી કોલ્ડ વોર ચાલી રહ્યું છે તે હવે નવી વાત નથી, પરંતુ જે રીતે પીએમના ગુજરાતમાં થતાં કાર્યક્રમમાં આનંદીબહેનની હાજરી દેખાય છે તે જોતા લાગે છે કે, પીએમ ખુદ નથી ઈચ્છતા કે બહેનનું ગુજરાતમાં વજન ઓછું થાય. હવે ચૂંટણી નજીક છે ત્યારે હાલ તો સીએમ બદલવા શક્ય નથી, પરંતુ ચૂંટણી બાદ આનંદીબહેન ગુજરાતની ધૂરા સંભાળે તેવી જોરદાર અટકળો પ્રવર્તી રહી હતી. જોકે આનંદીબહેનના આ પત્ર એ તમામ ચર્ચાઓ પર પુર્ણવિરામ મૂકી દીધું છે.