imrandonald trump telephonic conversation america pakistan article 370
  • Home
  • Featured
  • કોઈએ હાથ ન પકડ્યો: છેવટે આજીજી કરવા ઈમરાન ખાને ટ્રમ્પને કર્યો ફોન, 20 મિનિટ કરી વાત

કોઈએ હાથ ન પકડ્યો: છેવટે આજીજી કરવા ઈમરાન ખાને ટ્રમ્પને કર્યો ફોન, 20 મિનિટ કરી વાત

 | 9:16 pm IST

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવ્યા બાદ પાકિસ્તાન ગુંગણાઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય મંચ પર તેને આ મુદ્દે ચોતરફથી નિરાશા જ મળી. કોઈ રસ્તો ન વધતાં પાકિસ્તાને હવે અમેરિકાને વિનંતી કરી છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે 20 મિનિટ સુધી વાત કરી હતી. ટેલિફોન પર આ બધી વાતો થઈ હતી. પાકિસ્તાનના વડા ઇમરાન ખાને રાષ્ટ્રપતિ ટ્રમ્પને કાશ્મીર મુદ્દે ચર્ચા કરવા માટે કોલ કર્યો હતો.

પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમુદ કુરૈશીનું કહેવું છે કે, “ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકને લઈ અમેરિકન રાષ્ટ્રપતિને વિશ્વાસમાં લીધા છે. ઈમરાન ખાન ઘણા દેશોના સંપર્કમાં છે અને કાશ્મીર મુદ્દે વૈશ્વિક સમર્થન મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ અગાઉ કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય ટેકો મેળવવામાં નિષ્ફળ રહેલા ઇમરાન ખાને સ્રેબ્રેનિકા હત્યાકાંડનો ઉલ્લેખ કરીને દુનિયાને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો.

ઇમરાન ખાને 15 ઓગસ્ટના રોજ પોતાના ટ્વિટમાં પૂછ્યું હતું કે શું દુનિયા ચૂપચાપ સ્રેબ્રેનિકા જેમ હત્યાકાંડ જોઈશે કે જ્યાં મુસ્લિમોનો સફાયો કરવામાં આવે છે. હું આંતરરાષ્ટ્રીય સમુદાયને ચેતવણી આપું છું કે જો આમ થયું તો મુસ્લિમ દેશોમાં ગંભીર પરિણામો જોવા મળશે. ઇમરાન ખાને એમ પણ આરોપ લગાવ્યો હતો કે ભારતની કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં હત્યાકાંડ કરવાની તૈયારી કરી રહી છે.

આ વીડિયો પણ જુઓ: હવામાન ખાતાની આગાહી પ્રમાણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન