Imran Khan proposes should be publicly hanged, chemical castration
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પાકિસ્તાન: ઇમરાન ખાને દુષ્કર્મ કરનારાઓને સરેઆમ ફાંસી અને નપુસંક બનાવાનું…

પાકિસ્તાન: ઇમરાન ખાને દુષ્કર્મ કરનારાઓને સરેઆમ ફાંસી અને નપુસંક બનાવાનું…

 | 12:51 pm IST

પાકિસ્તાનમાં વિદેશી મહિલાની સાથે કારમાં ખેંચીને દુષ્કર્મ કર્યાની ઘટનાને લઇ દેશ જ નહીં દુનિયાભરમાં આલોચના બાદ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન હરકતમાં આવ્યા છે. તેમણે દેશમાં બળાત્કારીઓ અને યૌન દુર્વ્યવહાર કરનારની વિરૂદ્ધ જોરદાર કાર્યવાહીનું આહ્વાન કર્યું છે. ઇમરાન ખાને આવા બળાત્કારીઓને જાહેરમાં ફાંસી કે પછી તેમને રાસાયણિક નસબંધી કરી દેવાની ભલામણ કરી દીધી છે.

ઇમરાન ખાને યૌન દુર્વ્યવહાર કરનારાઓનું એક નેશનલ રજીસ્ટર બનાવાનું આહ્વાન કર્યું. પાકિસ્તની પીએમે એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે તેમને લાગે છે કે બળાત્કારીઓને તાત્કાલિક રાસાયણિક નસબંધી કરાવાની જરૂર છે. જો આમ ના થાય તો કમ સે કમ બળાત્કારીઓને જબરદસ્તી સર્જી કરાવી દેવી જેથી કરીને ભવિષ્યમાં ફરીથી યૌન ગુનાઓ ના કરે.

‘ગુનો કરનારને એવી સજા આપો કે બીજા માટે શીખ બની જાય’

ઇમરાને કહ્યું કે બળાત્કાર અને યૌન ગુનાઓને લઇ એક ગ્રેડિંગ સિસ્ટમ બનાવામાં આવે. તેમાં સૌથી ધૃણિત ગુનો કરનાર ગુનેગારને એવો બનાવી દેવામાં આવે કે જેથી કરીને તે ફરી ભૂલ ના કરી શકે. તેમણે કહ્યું કે યૌન ગુનો કરનારાઓને એવી સજા આપો કે બીજા માટે શીખ બની જાય. તેમણે બળાત્કારીઓને સરેઆમ ફાંસી આપવાનું આહ્વાન કર્યું. ઇમરાન ખાને કહ્યું કે પ્રશાસન માટે એ શકય નથી કે તે ઠીક-ઠીક ભાળ મેળવી શકે કે દેશમાં કેટલાં બળાત્કાર થાય છે.

આપને જણાવી દઇએ કે પાકિસ્તાનમાં બાળકોની સામે વિદેશી મહિલાની સાથે સામૂહિક બળાત્કારની ઘટના બાદ જબરદસ્ત વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. આ કેસની તપાસ કરી રહેલા અધિકારીએ પીડિત મહિલાને જ તેના માટે જવાબદાર ગણાવી છે. ત્યારબાદથી લોકોનો ગુસ્સો વધુ ભડકયો. કહેવાય છે કે આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 15 આરોપીઓની ધરપકડ કરી છે. લાહોર સહિત પાકિસ્તાનના મોટાભાગના શહેરોમાં મોટી સંખ્યામાં મહિલાઓ આ ઘટનાની વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કેટલીય જગ્યાએ મહિલાઓએ આઝાદી-આઝાદીના નારા પણ લગાવ્યા.

કાર ખરાબ થવા દરમ્યાન બની ઘટના, બાળકોની સામે કર્યો ગેંગરેપ

આ ઘટના પાકિસ્તાનના લાહોરની પાસે બની હોવાનું કહેવાય છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટના મતે ફ્રાન્સની રહેવાસી એક મહિલા ગુરૂવાર સવારે પોતાના બે બાળકોની સાથે લાહોરથી ગુજરાંવાલા તરફ જઇ રહી હતી. આ દરમ્યાન તેમની કાર અચાનક બંધ પડી ગઇ. અંધારી રાતમાં મહિલાએ કારમાં બેસીને મદદ આવવા સુધી રાહ જોવાનું કહ્યું. મહિલાએ પોતાના રિપોર્ટમાં પોલીસને કહ્યું કે આ દરમ્યાન કેટલાંક લોકો આવ્યા અને તેમણે કારની બારીને તોડીને તેને બહાર ખેંચી લીધી. ત્યારબાદ આ લોકોએ બાજુના ખેતરમાં પીડિતાના બાળકોની સામે જ ગેંગરેપ કર્યો. હુમલાખોર પોતાના સાથી પીડિતાના ઘરેણાં, રોકડા અને ત્રણ એટીએમ કાર્ડ પણ પોતાની સાથે લઇને જતા રહ્યા.

જાણો સમગ્ર માહિતી : કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન