મોદીને કેવી રીતે જવાબ આપવો તે નવાઝ શરીફને હું બતાવીશ: ઈમરાન ખાન - Sandesh
  • Home
  • Main News
  • મોદીને કેવી રીતે જવાબ આપવો તે નવાઝ શરીફને હું બતાવીશ: ઈમરાન ખાન

મોદીને કેવી રીતે જવાબ આપવો તે નવાઝ શરીફને હું બતાવીશ: ઈમરાન ખાન

 | 9:40 am IST

પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર (પીઓકે)માં આતંકવાદીઓ પર ભારતના સર્જિકલ સ્ટ્રાઈકના દાવા બાદ પાકિસ્તાનમાં વિપક્ષના નેતા ઈમરાન ખાને કહ્યું છે કે તેઓ વડાપ્રધાન નવાઝ શરીફને જણાવશે કે આ પ્રકારના હુમલામાં કેવી પ્રતિક્રિયા આપવી. ઈમરાને કહ્યું કે શરૂઆતમાં તો મારે નવાઝ શરીફને એક સંદેશ આપવાનો હતો પરંતુ કાલે (શુક્રવાર)ના રોજ હું મોદીને પણ એક સંદેશ આપીશ.

ઈમરાન ખાને લોકોને એક માર્ચમાં ભાગ લેવાની અપીલ કરી. તેમણે કહ્યું કે એકતા દર્શાવવા માટે પાકિસ્તાનના તમામ લોકોએ માર્ચમાં ભાગ લેવો જોઈએ. હું નવાઝ શરીફને બતાવીશ કે મોદીને કેવી રીતે જવાબ આપવો. પાકિસ્તાન તહેરીક એ ઈન્સાફના પ્રમુખે નવાઝ શરીફના શાસનમાં નિષ્ફળતા તરફ ઈશારો કરતા કહ્યું કે સેના પ્રમુખ જનરલ રાહિલ શરીફ દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે.

પાકિસ્તાને ભારતના સર્જિકલ સ્ટ્રાઈકના દાવાને ફગાવ્યો છે. પરંતુ પુષ્ટિ કરી છે કે નિયંત્રણ રેખા પર ગુરુવારે ભારતીય સેનાના ફાયરિંગમાં બે પાકિસ્તાની જવાનો માર્યા ગયા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન