Imran Khan Requested America To Stop India After India's Action In PoK
  • Home
  • Featured
  • ભારતની કાર્યવાહીથી દુમ દબાઈને ઇમરાન અમેરિકા જોડે ભાગ્યા, કહ્યું – ભારતને રોકો

ભારતની કાર્યવાહીથી દુમ દબાઈને ઇમરાન અમેરિકા જોડે ભાગ્યા, કહ્યું – ભારતને રોકો

 | 11:22 pm IST

આતંકવાદની વિરુદ્ધ ભારતીય સેનાનાં વધુ એક જોરદાર પ્રહાર બાદ પાકિસ્તાને અમેરિકાને ભારતને રોકવા માટે વિનંતી કરી છે. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “પાકિસ્તાને નિયમંત્રણ રેખા પર ભીષણ હુમલા બાદ અમેરિકાને આગ્રહ કર્યો છે કે તે ભારતને દક્ષિણ એશિયાઈ ક્ષેત્રને ખતરનાક યુદ્ધમાં જતા રોકે.” મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વરિષ્ઠ સરકારી અધિકારીઓએ નામ ના છાપવાની શરતે જણાવ્યું કે, “પાકિસ્તાને અમેરિકાથી કહ્યું છે કે એ પહેલા કે ઘણું મોડું થઈ જાય, તે સ્થિતિને સંભાળવા માટે હસ્તક્ષેપ કરે.”

તણાવ રોકવા માટે અમેરિકાને કરી વિનંતી

પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાનનાં એક સહયોગીએ કહ્યું કે, “ભારત, પાકિસ્તાનને ઉકસાવવાની તમામ કોશિશ કરી રહ્યું છે. અમે શાંતિ ઇચ્છીએ છીએ, પરંતુ અમે ઝુકીશુ નહીં.” તેમણે કહ્યું કે, “અમે ઝુકીશુ નહીં. ક્ષેત્રમાં તણાવની સ્થિતિથી અમેરિકા પણ ચિંતિત છે.” ભારતે પાકિસ્તાનનાં કબજાવાળા કાશ્મીરમાં આતંકવાદીઓનાં અનેક લૉન્ચ પેડને રવિવારનાં ધ્વસ્ત કરી દીધા.

આના પર પાકિસ્તાને સુરક્ષા પરિષદનાં 5 વીટો અધિકાર પ્રાપ્ત દેશોથી આગ્રહ કર્યો કે તેઓ ભારત પાસેથી આ લૉન્ચ પેડ વિશે જાણકારી માંગે. પાકિસ્તાને એ પણ કહ્યું હતુ કે, તે વાસ્તવિકતા દેખાડવા આ દેશોનાં રાજદ્વારીઓને ઘટનાસ્થળે લઇ જઇ શકે છે.

ભારતે પાકિસ્તાનની નાપાક હરકતનો આપ્યો હતો જડબાતોડ જવાબ

ઉલ્લેખનીય છે કે રવિવારનાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કરતા ભારતનાં 2 જવાનો શહીદ થયા હતા, ત્યારબાદ ભારતે વળતી કાર્યવાહી કરતા પાકિસ્તાનને જોરદાર પાઠ ભણાવ્યો હતો. ભારતે આર્ટિલરી ગનનો ઉપયોગ કરીને પાકિસ્તાનનાં 6થી 10 સૈનિકો અને બે ડઝનથી વધારે આતંકવાદીઓનો ખાત્મો કર્યો હતો. આ ઉપરાંત ભારતે 3થી 4 આતંકવાદીઓનાં લૉન્ચિંગ પૈડને પણ નષ્ટ કર્યા હતા.

આ વિડીયો પણ જુઓ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણીમાં અનેક સેલિબ્રિટીઝે કર્યું મતદાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન