Imran Khan Will Meet Donald Trump After PM Modi's Meeting
  • Home
  • Featured
  • પૂંછડી પટપટાવતા ઇમરાન ખાન પણ પહોંચશે અમેરિકા, PM મોદીની મીટિંગ પછી ટ્રમ્પને મળશે

પૂંછડી પટપટાવતા ઇમરાન ખાન પણ પહોંચશે અમેરિકા, PM મોદીની મીટિંગ પછી ટ્રમ્પને મળશે

 | 6:47 pm IST

પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાન 23 સપ્ટેમ્બરનાં ન્યૂયૉર્કમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી મુલાકાત કરી શકે છે. બંને નેતાઓને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા માટે ન્યૂયૉર્કમાં હાજર રહેવાનું છે. આ દરમિયાન સાઇડલાઇન્સમાં ઇમરાન ખાન અને ટ્રમ્પ મળી શકે છે. પાકિસ્તાની સમાચારપત્ર ‘ધ ડૉન’એ રાજકીય સૂત્રો મારફતે જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્ર દરમિયાન ઇમરાન ખાનની ટ્રમ્પ સાથે થનારી મુલાકાતમાં 23 સપ્ટેમ્બરનાં પહેલી મુલાકાત થઇ શકે છે.

ઇમરાન ખાન રવિવારની સાંજે ન્યૂયૉર્ક પહોંચે તેવી સંભાવના 

આનાં એક દિવસ પહેલા 22 સપ્ટેમ્બરનાં હ્યૂસ્ટનમાં ટ્રમ્પે ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ‘હાઉડી મોદી’માં મેગા ઇવેન્ટને સંબોધિત કરવાની છે. આ કાર્યક્રમમાં 50 હજારથી વધારે ભારતીય સમુદાયનાં લોકો હાજરી આપશે તેવી સંભાવના છે. ઇમરાન ખાન રવિવારની સાંજે ન્યૂયૉર્ક પહોંચે તેવી સંભાવના છે. તે સમયે મોદીની સાથે ટ્રમ્પ રેલીને સંબોધિત કરી રહ્યા હશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મોદી અને ઇમરાન બંનેનું 27 સપ્ટેમ્બરનાં ભાષણ થવાનું છે. ઇમરાન ખાન પહેલાથી જ જાહેરાત કરી ચુક્યા છે કે તે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના સંબોધનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવશે.

કાશ્મીર મામલે પાકિસ્તાન તમામ વિકલ્પોનો ઉપયોગ કરશે

ઇસ્લામાબાદમાં પાકિસ્તાનનાં વિદેશ વિભાગે શુક્રવારનાં જણાવ્યું કે પાકિસ્તાને કાશ્મીરની સ્થિતિ પર ફોકસ રાખવા માટે કેટલાક પગલા ઉઠાવ્યા છે. પાકિસ્તાનનાં વિદેશ વિભાગ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, “પાકિસ્તાન તમામ વિકલ્પોનો ઉપયોગ કરશે, જેનાથી સુનિશ્ચિત કરી શકાય કે સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદની કાર્યવાહી કાશ્મીરની સ્થિતિ પર અસર થાય.”

ભારતની ઉપલ્બધિઓને હાઇલાઇટ કરવા માટે અમેરિકાનો પ્રવાસ

તો નવી દિલ્લીમાં ભારતનાં વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું કે, “પીએમ મોદીનો શનિવારથી શરૂ થનારો અમેરિકાનો એક અઠવાડિયાનો પ્રવાસ આતંકવાદ પર નહીં, પરંતુ ભારતની ઉપલબ્ધિઓ અને તેની વૈશ્વિક ભૂમિકાને હાઇલાઇટ કરવા માટે છે.”

આ વિડીયો પણ જુઓ: વડાપ્રધાન મોદી ટેક્સાસના હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમની તૈયારીઓ શરૂ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન