PoK Leader Said That Imran Khan's Muzaffarabad Rally Was Flop Show
  • Home
  • Featured
  • કાશ્મીરને લઇને રેલી કરનારા ઇમરાન ખાનની ખુલી પોલ, PoKનાં નેતાએ ફોડ્યો ભાંડો

કાશ્મીરને લઇને રેલી કરનારા ઇમરાન ખાનની ખુલી પોલ, PoKનાં નેતાએ ફોડ્યો ભાંડો

 | 9:34 pm IST

પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનાં મુઝફ્ફરાબાદમાં શુક્રવારનાં એક રેલીનું આયોજન કર્યું હતુ. પાકિસ્તાન તરફથી કહેવામાં આવી રહ્યું છે કે આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા, પરંતુ હવે વાસ્તવિકતા કંઇક અલગ જ સામે આવી રહી છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનાં અમજદ અયૂબ મિર્ઝા નામનાં એક પૉલિટિકલ એક્ટિવિસ્ટે કહ્યું હતુ કે મુઝફ્ફરાબાદમાં થયેલી રેલી સંપૂર્ણ રીતે એક ફ્લૉપ શૉ હતી.

ટ્રક ભરીને લાવવામાં આવ્યા લોકો, PoKનાં લોકો ના થયા સામેલ 

મિર્ઝાએ જણાવ્યું કે રેલી માટે એબટાબાદ અને રાવલપિંડીથી ટ્રકમાં ભરીને લોકો લાવવામાં આવ્યા હતા. પીઓકેનાં લોકોએ આ રેલીનો સંપૂર્ણ રીતે બૉયકૉટ કર્યો હતો. આખી દુનિયાએ આ માટે અહીંનાં લોકોને અભિનંદન આપવા જોઇએ. ઇમરાન ખાને ભારત દ્વારા 370 ખત્મ કરવામાં આવ્યા બાદ મુઝફ્ફરાબાદમાં કહ્યું કે, “50 વર્ષમાં પહેલી વાર સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં કાશ્મીર મુદ્દે ચર્ચા થતા જ આ મુદ્દાનું આંતરરાષ્ટ્રિયકરણ થઇ ગયું.” પાકિસ્તાની પ્રધાનમંત્રી શુક્રવારનાં કાશ્મીર ઑવર માટે પાક અધિકૃત કાશ્મીરમાં પહોંચ્યા હતા, તેમણે કહ્યું કે તેઓ યૂએન જનરલ એસેમ્બલીમાં આ મુદ્દો ફરી ઉઠાવશે.

ઇમરાન ખાને ભારતને આપી ફરી યુદ્ધની ધમકી

ઇમરાન ખાને ચેતવણી આપતા કહ્યું કે પાકિસ્તાન ભારતનાં કોઇ પણ હુમલાનો સંપૂર્ણ જવાબ આપશે. તેમણે કહ્યું કે, “જો ભારત ઈંટ ફેંકશે તો અમે પથ્થરથી જવાબ આપીશું.” ઇમરાન ખાને એ પણ કહ્યું કે કાશ્મીરમાં જે થઇ રહ્યું છે તે ભારતનાં ઉદાર લોકો માટે પણ ખતરો છે. ઉલ્લેખનીય છે કે ભારત પર માનવઅધિકારોનાં ઉલ્લંઘનનો આરોપ લગાવનારા પાકિસ્તાનનાં બલૂચિસ્તાનનાં જ લોકો પાકિસ્તાન સામે આઝાદીનાં નારા લગાવે છે. ત્યાં નેતાઓએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં માનવઅધિકારોનાં ઉલ્લંઘનની વાત કરી છે.

આ વિડીયો પણ જુઓ: મોરારિબાપુના સમર્થનમાં અમદાવાદમાં સાધુ-સંતોની બેઠક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન