in 1977 launched space aircraft voyager prob is now 144 Astronomical Unit Far from the Earth
  • Home
  • Featured
  • 1977માં લોન્ચ કરાયેલું વોયેજર યાન આજે છે પૃથ્વીથી 21 અરબ કિમી દુર, જાણો સમગ્ર માહિતી

1977માં લોન્ચ કરાયેલું વોયેજર યાન આજે છે પૃથ્વીથી 21 અરબ કિમી દુર, જાણો સમગ્ર માહિતી

 | 3:00 pm IST

શોધ કરવી માનવ જાતિની એક જનૂનીયત છે. તે કોઈપણ હદે જવા તૈયાર રહેતી હોય છે. મનુષ્ય સમયની સાથે પોતાની શોધમાં બહેતર થતો જાય છે. પરંતુ શું થશે જ્યારે આપણે એવી વસ્તુની શોધ કરીએ જેનો કોઈ અંત જ નથી. જીહાં, આપણે વાત કરવા જઈ રહ્યાં છીએ બ્રહ્માંડની જેનો કોઈ અંત જ નથી. જેમા અરબો તારા અને મોટી સંખ્યામાં આકાશગંગા છે.

માનવ સભ્યતાની શોધની ફિતરતને જન્મ આપ્યો માનવ ઈતિહાસનો સૌથી મોટો અંતરિક્ષ અભિયાન એટલે કે વોયેજરને.

વર્ષ 1977 ઓગષ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં નાશાએ બે અંતરિક્ષ યાન અવકાશ તરફ છોડવામાં આવ્યા. જેને વોયેજર 1 અને વોયેજર 2 નામ આપવામાં આવ્યું. જેનો મુખ્ય ઉદેશ ગ્રહો ગુરુ, શનિ, નેપ્ચુન અને યુરેનશને લગતી વધારે માહિતી મેળવવા આ બન્ને યાનને ધરતીથી રવાના કરાયા હતા. આ બંન્ને યાનો સાથે એક ગોલ્ડન રેકોર્ડ પણ લગાવવામાં આવ્યો છે. ગોલ્ડન રેકોર્ડ એ એક 12 ઈંચની ગોલ્ડન પ્લેટ કોપર ડિસ્ક છે જે એક ફોટોગ્રાફ રેકોર્ડર છે. જેમાં માનવ ઈતિહાસનો અત્યાર સુધીનો સફર, આપણી પૃથ્વીની ડાઈવર્સિટી અને કલ્ચરને દર્શાવે છે. વર્તમાનના સમયમાં વોયેજર 1 યાન આપણા સુર્યમંડળને પાર કરીને ઈન્ટરસ્ટેલર સ્પેસમાં પહોંચી ચૂક્યું છે. જે આપણી પૃથ્વીથી લગભગ 21 અરબ કિલોમીટર (144.89266880 AU) દુર છે આ અંતર એટલુ છે કે વોયેજર 1 યાનથી પૃથ્વી પર સંદેશ આવવામાં 36 કલાકનો સમય લાગી જાય છે. એ પણ ત્યારે જ્યારે રેડિયો સિગ્નલ 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટરની સ્પીડે આવે એટલે કે પ્રકાશની ગતિ. તો બીજી તરફ વોયેજર 2 આપણી પૃથ્વીથી 17 અરબ કિલોમીટર (120.39225928 AU) દુર છે. તે હેલીસહેલ્થ સુધી પહોંચ્યું છે. જે આપણા સુર્યમંડળની બહારની સીમા છે. આ અંતર એટલુ દુર છે કે વોયેજર 2 યાનથી સંકેત આવવામાં લગભગ 30 કલાકનો સમય લાગે છે.

41 વર્ષ બાદ પણ આ બંન્ને યાન સારી રીતે કામ કરી રહ્યાં છે. અને માનવતાની નિશાની દુર બ્રહ્માંડમાં પહોંચાડી રહ્યાં છે. પરંતુ સમયની સાથે આ યાનની તાકાત પણ ધીમી થઈ રહી છે અને તેની ટેકનિક પણ ખુબ જુની થઈ ચૂકી છે. વોયેજરથી સંકેતો લેવા માટે નાશાને ખુબ મહેનત કરવી પડે છે. જેની માટે નાશાએ દુનિયાભરમાં રેડિયો સંકેત સેન્ટર બનીવી રાખ્યા છે.

આ અભિયાનથી જોડાયેલા વૈજ્ઞાનિક એડ સ્ટોન કહે છે કે, વોયેજર આપણાથી ઘણું દુર છે જ્યાં અંધારૂ અને ઠંડી સિવાય કંઈજ નથી. તે વધુમાં જણાવે છે કે વોયેજરની ડિઝાઈન પર 1972માં કામ શરૂ કરવામાં આવ્યું હતુ. તેમાં ગોલ્ડન પ્લેટ ગ્રામોફોન લગાવવાનો ઉદેશ એક આશા હતી કે બ્રહ્માંડમાં સફર કરી રહેલા વોયેજરને પૃથ્વી સિવાય બીજે ક્યાંય જીવન મળે અને ત્યાંના જનજીવનને માનવીય સભ્યતાની નિશાની આ ગ્રામોફોન દ્વારા મળે, એટલે કે વોયેજર એક અંતરિક્ષ અભિયાન નહિં. પરંતુ બ્રહ્માંડમાં છોડવામાં આવેલો માનવતાનો સંદેશ પણ છે.

લોન્ચના 18 મહિના બાદ એટલે કે 1979માં વોયેજર 2 યાને ગુરુ ગ્રહ વિશે જાણકારી મેળવવાનું શરૂ કર્યું. વોયેજરે ગુરુની સાફ અને અદભૂત જાણકારીઓ આપી. વોયેજર અભિયાન પહેલા માનવામાં આવતુ હતું કે ધરતી પર જ જ્વાળામુખીઓ છે. પરંતુ વોયેજર દ્વારા જાણવા મળ્યું કે ગુરૂના ચંદ્ર પર પણ જ્વાળામુખીઓ જોવા મળે છે. વોયેજર અભિયાને સુર્યમંડળને લઈને આપણા તમામ વિચારોને ખોટા સાબિત કર્યા છે. પહેલા આપણને લાગતુ હતું કે ફક્ત ધરતી પર જ સાગર છે. પરંતુ વોયેજર દ્વારા જાણવા મળ્યું કે ગુરુના ચંદ્ર યુરોપામાં પણ સાગરો જોવા મળે છે. વોયેજર યાનોએ શનિ ગ્રહને લઈને પણ કેટલીક અદભૂત જાણકારીઓ આપી. તેને શનિ ગ્રહની રિંગની ઘણી તસ્વીરો મોકલી અને વોયેજર દ્વારા જાણવા મળ્યું કે શનિના ઉપગ્રહ ટાઈટનમાં પણ સાગરો છે જે ઈથેન અને મિથેનથી બનેલા છે.

1986માં વોયેઝર 2 યાન યુરેનસની નજીક પહોંચ્યું અને પ્રથમવાર તેની સાફ તસ્વીરો અને ઘણી સટિક જાણકારીઓ આપી. યુરેનસને પાર કરીને વોયેજર 2 1989મા નેપ્ચ્યુન ગ્રહની નજીક પહોંચ્યું. તેને આ ગ્રહને લઈને કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા. તેની આ લાંબી યાત્રામાં વોયેજરે આપણા ગ્રહો વિશે ઘણી સટિક માહિતીઓ આપી અને ગ્રહોને જોવાનો આપણો નજરીયો બદલી નાંખ્યો.

વોયેજર યાન મનુષ્યના મહત્વપૂર્ણ શોધનું એક મોટુ ઉદાહરણ છે. વોયેજર ઘણા વર્ષો સુધી માનવતાની નિશાની દુર અંતરિક્ષમાં પહોંચાડતું રહેશે. વોયેજર વિશ્વનું પ્રથમ અભિયાન હતું જેનું નિયંત્રણ કોમ્પ્યુટરના હાથમાં હતુ. આટલા વર્ષો બાદ પણ આ બંન્ને યાન તેની જાતે જ પોતાનો સફર કરે છે. તે અનેક બ્રહ્માંડીય વસ્તુઓનુ નિરીક્ષણ કરે છે અને જરૂરત પડે તો પોતાનું બેકઅપ સિસ્ટમ ચાલુ કરે છે.

વોયેજર યાનને બનાવવામાં આવતી ટેકનોલોજીને આપણે આજે પણ ઉપયોગ કરી રહ્યાં છીએ. આજના મોબાઈલ ફોન અને સીડી પ્લેયર વોયેજરમાં ઉપયોગમાં લેવાતી કોડીંગ સિસ્ટમને ઉપયોગ કરે છે. સ્માર્ટફોનમાં તસ્વીરો પ્રોસેસ કરવાની જે ટેકનીક છે તેની શોધ વોયેજર યાનના વિકાસના કામ દરમિયાન જ કરવામાં આવી હતી.

આમતો પોતાના લાંબા સફર દરમિયાન વોયેજરે ઘણા એવા મહાન કામ કર્યા છે. પરંતુ વોયેજર અભિયાનનો અદભૂત સમય ત્યારે આવ્યો હતો જ્યારે 1990માં વોયેજરે પોતાના કેમેરા ધરતી બાજું કર્યાં અને પૃથ્વીની એક તસ્વીર લીધી. જેમાં પૃથ્વી વિશાળ સુર્યમંડળમાં એક નાના લીલા ટપકાં જેવી નજરે પડી હતી.

2013માં વોયેજર 1 અંતરિક્ષ યાન સુર્યમંડળને પાર કરીને બ્રહ્માંડની અનંત યાત્રામાં નીકળી ગયું. આ યાન ઘોર અંધકારમાં પોતાનો સફર કરી રહ્યું છે. ટુંક સમયમાં વોયેજર 2 પણ સુર્યમંડળને પાર કરી અનંત બ્રહ્માંડની યાત્રામાં નિકળી જશે. બંન્ને અંતરિક્ષ યાનમાં મોલેક્યુલર બેટરી લાગેલી છે અને આગામી દિવસોમાં આ બેટરીમાંથી ઈલેક્ટ્રિસિટી બંધ થઈ જશે. દર વર્ષે આ બેટરીમાંથી 4 વોટ ઈલેક્ટ્રિસિટી ઓછી થાય છે. આ યાનોના અમુક સિસ્ટમને બંધ કરવામાં આવી છે. તેના કેમેરા પણ બંધ કરી દેવાયા છે જેથી વોયેજર યાનોની ઈલેક્ટ્રિસિટી બચાવીને તેને બ્રહ્માંડના ઠંડા અને અંધકારીય યાત્રામાં તેને ગરમ રાખી શકાય. આવનાર 10 વર્ષોમાં વોયેજર યાનો બંધ થઈ જશે. જે માનવતા માટે સૌથી દુખદ સમય હશે. જોકે ત્યાં સુધી આ બંન્ને યાન પોતાની જીંદગીનો સુંદર સફર પૂર્ણ કરી ચૂક્યા હશે. બંન્ને અંતરિક્ષયાન બ્રહ્માંડમાં પોતાનાં અવશેષોને અમર રાખશે. આશા છે કે કોઈ બીજી સભ્યતાને માનવતાના આ દુત મળી જાય. અને તે યાનમાં લાગેલા ગ્રામોફોન રેકોર્ડથી માનવીય સંદેશને વાંચે.

વોયેજર અભિયાનના કારણે 1977ની દુનિયા અંતરિક્ષમાં હંમેશા માટે અમર રહેશે. બીજા શબ્દોમાં કહીએ તો વોયેજર અભિયાને માનવતાને હંમેશા માટે અમર કરી નાંખી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન