in-2013-the-rupee-was-spoiled-the-manmohan-singh-government-made-the-mistake
  • Home
  • Business
  • 2013મા પણ ગગડ્યો હતો રૂપિયો, મનમોહન સરકારે કરી હતી આ ભૂલ

2013મા પણ ગગડ્યો હતો રૂપિયો, મનમોહન સરકારે કરી હતી આ ભૂલ

 | 3:43 pm IST

2013મા રૂપિયો સતત ગગડી રહ્યો હતો. હેડલાઈન્સમાં રૂપિયો છવાયો હતો. ત્યારે સરકારને લાગ્યુ કે હવે શુ કરવુ. માર્કેટમાં રૂપિયો ગગડતા પરિસ્થિતિ વધુ વિકટબની. સરકારની નીતિઓ પર ભરોસો ડગમગી રહ્યો હતો. 2 જાન્યુઆરી 2013માં ડૉલર સામે રૂપિયો 54.24 પર હતો. 3 સપ્ટેમ્બર સુધીમાં 67.635 પર પહોંચ્યો હતો.યૂપીએ સરકારની હાલત ખરાબ હતી. 2018માં કોંગ્રેસની સામે ભાજપ સરકાર નિયંત્રણ ખોવા પર કોઈ બહાનુ નહી કરી શકે. આ પાંચ વર્ષમાં આર્થિક આંકડાઓ બદલાઈ ગયા છે.

2013મા ફેબ્રુઆરીથી ઓગસ્ટ વચ્ચે રૂપિયો 23 ટકા તૂટ્યો હતો. 2018માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી રૂપિયો 11 ટકા તૂટ્યો છે. 2013મા જીડીપી 4.8% હતુ તો 2018માં 3.5% છે. 2013થી ફેબ્રુઆરીથી ઓગસ્ટમાં ક્રૂડની કિંમત આંતરરાષ્ટ્રીય સ્તરે 107 ડૉલર પ્રતિ બેરલ હતી તો 2018માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં 75 ડૉલર પ્રતિ બેરલ હતી.

મનમોહન સરકારની ક્યા થઈ હતી ભૂલ ?
2013મા કોંગ્રેસે વિભિન્ન કદમોની સાથે સાથે ઉદાર આર્થિક નિયમોને પલટી નાખ્યા હતા. ક્વોન્ટીટેટીવ કંટ્રોલ્સ લાગુ કર્યા હતા. આરબીઆઈએ નીતિગત વ્યાજ દરોમાં 400 બેઝિક પોઈન્ટને વધાર્યા હતા.જેનાથી રૂપિયાને વધારે નુકસાન થયુ હતુ.

મોદી સરકાર પાસે આ આશા
સતત ગગડતા રૂપિયાને અટકાવીતો નહી શકાય કેમકે અમેરિકામાં વ્યાજ દર વધતા દુનિયાભરમાં પુંજીનો પ્રવાહ વહે છે. ક્રૂડની આંતરરાષ્ટ્રીય કિમતો વધતા રૂપિયાથી આયાત મોંઘી અને નિર્યાત સસ્તી થઈ જશે. કેટલાક એક્સપર્ટ માની રહ્યા છે કે ડૉલર સામે રૂપિયો 73 પર પહોંચી અટકી જશે. આવનારો સમય કેવો રહેશે એ તો સમય જ બતાવશે.