In 30 Years First Time Girl From Family Of Salman Khan Will Entry In Bollywood
  • Home
  • Entertainment
  • Bollywood
  • 30 વર્ષમાં પહેલીવાર સલમાનનાં પરિવારની કોઈ છોકરી બોલીવુડમાં કરશે એન્ટ્રી

30 વર્ષમાં પહેલીવાર સલમાનનાં પરિવારની કોઈ છોકરી બોલીવુડમાં કરશે એન્ટ્રી

 | 1:37 pm IST

સલમાન ખાન અત્યારે પોતાની ફિલ્મ ‘ભારત’નાં શૂટિંગમાં વ્યસ્ત છે. સાથે જ ‘બિગ બૉસ-12’ને પણ હૉસ્ટ કરી રહ્યો છે. આ દરમિયાન સલમાન ખાનની ફેમિલીમાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. આમ તો સલમાન ખાન ઘણા હીરો અને હીરોઇન્સને લૉન્ચ કરી ચુક્યો છે, પરંતુ હવે તે પોતાની ભાણી અલિઝા અગ્નિહોત્રીને લૉન્ચ કરવા જઈ રહ્યો છે. અલિઝા સલમાનની બહેન અલવિરા અને જીજા અતુલ અગ્નિહોત્રીની દીકરી છે.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર સલમાન અલિઝાને પોતાની હિટ ફ્રેંચાઇઝી ‘દબંગ-3’થી લૉન્ચ કરશે. આ માટે અલિઝા ડાંસ અને એક્ટિંગ ક્લાસિસ લઇ રહી છે. તો એવુ પણ કહેવામાં આવી રહ્યું છે કે સલમાન અલિઝા માટે એક પરફેક્ટ લૉન્ચ ઇચ્છે છે અને આ માટે સ્ક્રિપ્ટ વાંચી રહ્યો છે. તાજેતરમાં સલમાને પોતાના જીજા આયુષ શર્માને ફિલ્મ ‘લવયાત્રી’થી લૉન્ચ કર્યો હતો. જો કે આ ફિલ્મ બૉક્સઑફિસ પર કોઈ ખાસ કમાલ કરી શકી નહોતી. હવે સલમાન પોતાની ભાણીનાં લૉન્ચિંગમાં કોઈ જ કસર છોડવા માંગતો નથી.

અલિઝા અવાર-નવાર ખાન ફેમિલીનાં ફંક્શનમાં જોવા મળતી હોય છે. તે ક્યારેક વેસ્ટર્ન તો ક્યારેક ઇન્ડિયન ડ્રેસમાં જોવા મળતી હોય છે. અલિઝા ખૂબસૂરતની સાથે ઘણી જ બૉલ્ડ પણ છે. જો કે તે સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી રહેતી. ઉલ્લેખનીય છે કે અલિઝા પહેલા જ્હાન્વી કપૂર, સારા અલી ખાન અને અનન્યા પાંડે બોલીવુડમાં એન્ટ્રી કરી ચુક્યા છે.