SCના જજો એ મીડિયા સાથે વાત કરતાં ખળભળાટ, કહ્યું - બધું બરાબર નથી - Sandesh
NIFTY 10,700.45 -41.10  |  SENSEX 34,771.05 +-72.46  |  USD 64.0325 +0.55
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • SCના જજો એ મીડિયા સાથે વાત કરતાં ખળભળાટ, કહ્યું – બધું બરાબર નથી

SCના જજો એ મીડિયા સાથે વાત કરતાં ખળભળાટ, કહ્યું – બધું બરાબર નથી

 | 1:08 pm IST

આઝાદી બાદ દેશમાં પહેલી વખત સુપ્રીમ કોર્ટના 4 જજો એ શુક્રવારના રોજ પત્રકાર પરિષદ કરીને ખળભળાટ મચાવી દીધો છે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રા બાદ સુપ્રીમ કોર્ટના 4 વરિષ્ઠ જજ જસ્ટિસ ચેલામેશ્વર, જસ્ટિસ મદન લોકુર, જસ્ટિસ કુરિયન જોસેફ, જસ્ટિસ રંજન ગોગોઇ એ મીડિયા સાથે વાત કરીને સુપ્રીમ કોર્ટના પ્રશાસનમાં અનિયમિતતાઓ પર પ્રશ્ન ઉભો કર્યો.

મીડિયા સાથે વાત કરતા નંબર બે ના જજ તરીકે ઓળખાતા જસ્ટિસ ચેલામેશ્વર એ કહ્યું કે લગભગ બે મહિના પહેલાં અમે 4 જજોએ ચીફ જસ્ટિસને પત્ર લખ્યો અને મુલાકાત કરી. અમે તેમને જણાવ્યું કે જે કંઇ પણ થઇ રહ્યું છે તે યોગ્ય નથી. મેનેજમેન્ટ બરાબર ચાલી રહ્યું નથી. આ મામલો એક કેસના અસાઇનમેંટને લઇને હતો. તેમણે કહ્યું કે જો કે અમે ચીફ જસ્ટિસને પોતાની વાત સમાજાવામાં અસફળ રહ્યા. આથી અમે રાષ્ટ્રની સમક્ષ આખી વાતને મૂકવાનો નિર્ણય કર્યો.

પત્રકારોની તરફથી પૂછવામાં આવ્યું કે કોઇ કેસને લઇ તમે ચીફ જસ્ટિસને પત્ર લખ્યો છે તો જસ્ટિસ કુરિયન જોસેફ એ કહ્યું કે આ એક કેસના એસાઇનમેંટને લઇને હતો. તેમને પૂછવામાં આવ્યું કે શું આ સીબીઆઈ જજ જસ્ટિસ લોયાના શંકાસ્પદ મોતની સાથે જોડાયેલો મામલો છે, તો કુરિયન એ કહ્યું, ‘હા’. આ બધાની વચ્ચે સીજેઆઈને લખેલ પત્ર જજ મીડિયાને આપવાના છીએ, તેના પરથી આખો મામલો સ્પષ્ટ થશે કે કયા મામલાને લઇ તેને ચીફ જસ્ટિસ સાથે મતભેદ છે.

જસ્ટિસ ચેલામેશ્વર અને જસ્ટિસ કુરિયન જોસેફ એ કહ્યું કે અમે આ પત્ર જાહેર કરીશું, તેનાથી આખી વાત સ્પષ્ટ થઇ જશે. ચેલામેશ્વર એ કહ્યું કે 20 વર્ષ બાદ કોઇ એમ ના કહે કે અમે અમારી આત્મા વેચી દીધી છે. આથી અમે મીડિયા સાથે વાત કરવાનો નિર્ણય કર્યો. ચેલામેશ્વર એ કહ્યું કે ભારત સહિત કોઇપણ દેશમાં લોકતંત્રને યથાવત રાખવા માટે એ જરૂરી છે કે સુપ્રીમ કોર્ટ જેવી સંસ્થા યોગ્ય રીતે કામ કરે.

‘રાષ્ટ્ર વિચાર કરે CJI પર મહાભિયોગ ચાલે કે નહીં’
ચેલામેશ્વર એ કહ્યું કે અમારા પત્ર પર હવે રાષ્ટ્રને વિચાર કરવાનો છે કે મુખ્ય ન્યાયાધીશની વિરૂદ્ધ મહાભિયોગ ચાલવો જોઇએ કે નહીં. જસ્ટિસ ચેલામેશ્વર એ કહ્યું કે ખુશીની વાત નથી કે અમારે પત્રકાર પરિષદ બોલાવી પડી છે. સુપ્રીમ કોર્ટનું મેનેજમેન્ટ યોગ્ય રીતે ચાલી રહ્યું નથી. છેલ્લાં કેટલાંક મહિનાઓમાં એવી વસ્તુઓ થઇ છે, જે થવી જોઇતી નહોતી.

સામાન્ય રીતે મીડિયાથી અંતર રાખે છે જજ
મીડિયા સાથેની સુપ્રીમ કોર્ટના જજોની આ વાતચીત પોતાનામાં જ ખૂબ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક છે. સામાન્ય રીતે જજ મીડિયાથી અંતર રાખીને વાત કરે છે અને જાહેરમાં ન્યાયપાલિકાનો પક્ષ ચીફ જસ્ટિસ જ રાખતા રહે છે. આપને જણાવી દઇએ કે હાલના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા અને બીજા નંબરના સિનિયર જજ જસ્ટિસ ચેલામેશ્વર છેની વચ્ચે કેટલાંય મુદ્દાને લઇ મતભેદ રહ્યાં છે.