અફઘાનિસ્તાનમાં ભારતે વ્યવસાયનાં મામલે પાકિસ્તાનને પછાડ્યું - Sandesh
NIFTY 10,226.85 -15.80  |  SENSEX 33,307.14 +-44.43  |  USD 65.1650 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • અફઘાનિસ્તાનમાં ભારતે વ્યવસાયનાં મામલે પાકિસ્તાનને પછાડ્યું

અફઘાનિસ્તાનમાં ભારતે વ્યવસાયનાં મામલે પાકિસ્તાનને પછાડ્યું

 | 2:22 pm IST

પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સાથે ટ્રેડમાં પણ ભારતે પહોંચ બનાવી લીધી છે. અફઘાનિસ્તાન સાથે વ્યવાસાયનાં પાકિસ્તાનનું લગભગ અદધું માર્કેટ શેર ભારતે પોતાના ભાગમાં કરી લીધુ છે. પાકિસ્તાન-અફઘાનિસ્તાન જોઇન્ટ ચેમ્બર એન્ડ ઇન્ડસ્ટ્રીનાં ચેરમેન જુબેર મોતીવાલાએ જણાવ્યું કે, પાકિસ્તાન કાબુલમાં પોતાનો 50 ટકાનો વ્યવસાય ભારતના હાથે ગુમાવી ચૂક્યું છે. તેમણે કહ્યું કે, ભારતે સફળતાપૂર્વક અફઘાનિસ્તાનનાં માર્કેટમાં પોતાનું સ્થાન બનાવી લીધુ છે.

પાકિસ્તાનનાં સમાચાર પત્ર ‘ધ ડોન’ અનુસાર, મોતીવાલાએ હાલમાં જ કાબુલનો પ્રવાસ ખેડ્યો હતો. તેમણે જણાવ્યું કે,’પાકિસ્તાનનો અફઘાનિસ્તાન સાથે વ્યાપાર ગત 2 વર્ષમાં 2.7 બિલિયન ડોલર (17.6 હજાર કરોડ રૂપિયા)થી ઘટીને 1.2 બિલિયન ડોલર (7.8 હજાર કરોડ રૂપિયા) પર પહોંચી ગયુ છે.’ મોતાવાલાએ કહ્યું કે, પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં પોતાનું પારંપરિક અનાજ, કપડા અને રેડ મીટના માર્કેટને પણ ખોઇ રહ્યું છે.

મોતીવાલાએ જણાવ્યું કે, અફઘાનિસ્તાનથી પાકિસ્તાનના વ્યવસાયનું ઘટવાનુ મુખ્ય કારણ ભારત છે. જે અફઘાનનાં માર્કેટ પર જગ્યા બનાવવા માટે સબસિડી રેટ્સ પર માલનું વેચાણ કરે છે. એર ટીકીટ પર પણ ભારત 75 ટકાનું રીબેટ આપી રહ્યું છે.

પાકિસ્તાનનાં બ્યૂરો ઓફ સ્ટૈટિસ્ટિક્સનાં ડેટા અનુસાર, અફઘાનિસ્તાનને કરવામાં આવેલ નિકાસમાં નાણાકીય વર્ષ 2017માં નાણાકીય વર્ષ 2016 કરતા 1.27 બિલિયન ડોલરનો ઘટાયો થયો છે. મોતીવાલાએ જોર આપીને જણાવ્યું કે, પેશાવરનું મેડિકલ ટૂરિઝમ જે ખાસ કરીને અફઘાનિસ્તાનનાં કારણે હતું, તે હવે ઝીરો લેવલ પર આવી ગયું છે. તેમણે કહ્યું કે, હયાતાબાદનાં હોસ્પિટલ ખાલી છે કારણ કે અફઘાની લોકો સારવાર અર્થે ભારત તરફ વળી રહ્યા છે.