આફ્રિકામાં તરખાટ મચાવવા ભારતીય ઝડપી બોલરો તૈયાર - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • આફ્રિકામાં તરખાટ મચાવવા ભારતીય ઝડપી બોલરો તૈયાર

આફ્રિકામાં તરખાટ મચાવવા ભારતીય ઝડપી બોલરો તૈયાર

 | 4:19 am IST

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચમી જાન્યુઆરીથી ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે. આ સિરીઝમાં ઝડપી અને ઉછાળભરી પીચ પર આફ્રિકાના ઝડપી બોલર કાગિસો રબાદા, ડેલ સ્ટેન, મોર્ને મોર્કેલ અને વેર્નોન ફિલાન્ડર સામે ભારતીય બેટ્સમેનોની ખરી પરીક્ષા થનાર છે. છેલ્લા બે વર્ષથી સતત સારો દેખાવ કરી રહેલી ભારતીય ટીમ માટે આ ચારેય ઝડપી બોલરોનો સામનો કરવો કઠિન માનવામાં આવી રહ્યો છે. સાઉથ આફ્રિકાના ઝડપી બોલરોની જેમ ભારતીય ઝડપી બોલરો પણ અહીંની ઉછાળભરી પર આફ્રિકન બેટ્સમેનો માટે મુશ્કેલી ઊભી કરવા માટે સક્ષમ છે. છેલ્લા કેટલાક સમયથી ભારતીય ઝડપી બોલરોએ જે રીતે બોલિંગ કરી છે તે જોતાં સાઉથ આફ્રિકામાં ત્રણ ટેસ્ટ મેચમાં પોતાની ટીમનું ભવિષ્ય નક્કી કરવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

પ્રથમવાર સાઉથ આફ્રિકા ગયેલા ભુવનેશ્વરને ગત વર્ષે શ્રીલંકા સામે કોલકાતાની ગ્રીન ટોપ સાથે ઉછાળવાળી પીચ પર બોલિંગ કરવાની તક મળી હતી. ૧૩૬-૧૩૮ કિલોમીટરની સાથે બંને તરફ બોલને સ્વિંગ કરવાની ક્ષમતાને કારણે ભુવનેશ્વર પોતાની પ્રથમ ચાર ઓવરમાં બંને ઓપનરોને આઉટ કર્યા હતા. આ પીચ પર સુરંગા લકમલે પ્રથમ સ્પેલમાં છ ઓવરમાં એકેય રન આપ્યા વિના ત્રણ વિકેટ ઝડપી હતી જ્યોર ભુવનેશ્વરે પ્રથમ ઇનિંગમાં આઠ ઓવરમાં ૨૫ રન આપી બે વિકેટ મેળવી હતી. આથી ભુવનેશ્વરકુમાર સાઉથ આફ્રિકામાં ભારતીય ટીમ માટે ઘણો ઉપયોગી સાબિત થશે.

મોહંમદ શમી ૨૦૧૩માં ભારતીય ટીમ સાઉથ આફ્રિકા ગઈ ત્યારે શમી પણ ટીમમાં સામેલ હતો. શમીને અહીંની પીચનો અનુભવ છે અને તેને ખ્યાલ છે કે, કઈ લાઇન અને લેન્થ વડે વિકેટ મળી શકે. ૨૦૧૩માં ડ્રો રહેલી જોહાનિસબર્ગ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ઝહીર સાથે શમીએ બોલિંગ કરી હતી જેમાં એલ્વિરો પીટરસન અને હાશિમ અમલાને બોલ્ડ કર્યા હતા. શમી પાસે જે રીતે ઝડપ અને હવામાં મૂવમેન્ટ કરવાની ક્ષમતા છે તે જોતાં તે નવા બોલ દ્વારા વિકેટ પાછળ અને સ્લિપમાં કેચ કરાવી શકે છે પરંતુ આ શરૂઆતી ઓવરોમાં જ કરવું પડશે કારણ કે, ૨૦-૨૫ ઓવર જૂનો થયા બાદ કુકાબુરા બોલ બોલરોની પરીક્ષા લેવાનું શરૂ કરી દે છે.

ઉમેશ યાદવ પણ પ્રથમ વખત સાઉથ આફ્રિકા પ્રવાસે ગયો છે પરંતુ છેલ્લા કેટલાક સમયમાં તેણે ખરાબ પીચ પર પોતાને એક ઉપયોગી અને સફળ બોલર સાબિત કર્યો છે તે જોતાં તેની પાસે પણ આફ્રિકન પીચ પર સારા દેખાવની આશા રાખવામાં આવી રહી છે. ૧૪૦-૧૪૫ની ઝડપ અને મૂવમેન્ટને કારણે તે વિકેટ ટેકર બોલર ગણવામાં આવી રહ્યો છે. આ કારણે જ તેણે ઓસ્ટ્રેલિયામાં રમેલી સાત મેચમાં ૨૯ વિકેટ ઝડપી છે. ૩૬ ટેસ્ટ મેચ રમી ચૂકેલા ઉમેશે ૯૯ વિકેટ ઝડપી છે જે પૈકી ભારતમાં તેણે ૫૮ વિકેટ પોતાના નામે કરી છે.

સીમિત ઓવરોમાં પોતાને સાબિત કરી ચૂકેલા જસપ્રીત બુમરાહને પ્રથમ ટેસ્ટ મેચ દ્વારા ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાં પણ પદાર્પણ કરે તેવી શક્યતા છે. બુમરાહની આઉટસ્વિંગ ઘણી કારગર છે જ્યારે યોર્કર તેનું ઘાતક હથિયાર છે.  બુમરાહ જૂના બોલ દ્વારા પણ વિકેટ ઝડપવામાં સક્ષમ છે. બોલ જૂનો થયા બાદ પણ   આ ઉપરાંત ટીમ સાથે અનુભવી ઇશાંત શર્મા પણ છે. તેની પાસે ઝડપની સાથે વિકેટ ટુ વકેટ સીધા બોલ નાખવાની ક્ષમતા છે. જોકે, આ સિરીઝ તે બોલરની ગણાશે જે ટીમ માટે વિકેટ ઝડપી શકે.