અમદાવાદમાં રોજ બે હજાર લોકો રક્તદાન કરે છે છતાં બ્લડની અછત - Sandesh
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં રોજ બે હજાર લોકો રક્તદાન કરે છે છતાં બ્લડની અછત

અમદાવાદમાં રોજ બે હજાર લોકો રક્તદાન કરે છે છતાં બ્લડની અછત

 | 1:25 am IST

ગુજરાતમાં વર્ષે આશરે આઠ લાખ જેટલા યુનિટ બ્લડનું દાન મળે છે. જયારે અમદાવાદમાં રોજે આશરે ૨ હજાર જેટલા લોકો બ્લડ ડોનેટ કરે છે. જેની સામે રોજે ૩ હજાર જેટલી બ્લડ યુનિટની જરૂરિયાત રહેતી હોય છે.એટલે કે રોજ બે હજારથી પણ વધુ લોકો સ્વૈચ્છિક રક્તદાન કરતા હોવા છતાં શહેરની હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને લોની જરૂરિયાત સામે તે ઓછું પડે છે. એટલે જ અમદાવાદીઓને વધુને વધુ રક્તદાન કરવું જોઈએ. અમદાવાદની લાઇસન્સ ધરાવતી બ્લડ બેન્કમાં બે રીતે બ્લડ ડોનેશન મેળવાય છે. આઉટ ડોર બ્લડ કેમ્પ કરીને અને રીપ્લેસમેન્ટ કરીને.  આ ઉપરાંત સ્વૈચ્છિક રક્તદાન પણ થાય છે જોકે અમદાવાદમાં સરકારી અને કોર્પોરેશન હસ્તકની બલ્ડ બેન્કમાં આવા સ્વૈચ્છિક રકતદાતાઓ હજુપણ ઓછી સંખ્યામાં મળે છે. પરતું કોર્પોરેટ હોસ્પિટલોને આઉટડોર બ્લડ બેન્કની મંજુરી મળતી નથી.

લોહી ચડાવવાની કોને જરૂર પડે છે  

મોટા અકસ્માતમાં ઈજા પામનારને ઓપરેશન સમયે, મહિલાઓમાં સગર્ભાવસ્થામાં અને પ્રસૂતિ સમયે, પાડુંરોગ ,થેલેસિમિયા ,કેન્સર, ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યૂના રોગની સારવારમાં રક્તની જરૂર પડે છે.

રક્તદાન કોણ ના કરી શકે  

એચઆઇવી પોઝિટિવ, હિપેટાઇટિસના દર્દી, જાતીયરોગવાળા, હૃદયરોગ વાળા ,કેન્સર ટીબી ઝેરી મેલેરિયાના દર્દી, છેલ્લા અઠવાડિયામાં એન્ટિ બાયોટિક દવા કે સ્ટીરોઇડ લીધેલી હોય ,રસી મુકાવેલી હોય ,ઇમ્યુનોગ્લોબ્યુલીનના ઇન્જેક્શન ચાલતા હોય, છેલ્લાં છ મહિનામાં ટેટુ ત્રોફાવ્યંુ હોય અને એક્યૂપંક્ચર કરાવેલંુ હોય તો પણ રક્તદાન કરવંુ જોઈએ નહીં. આ ઉપરાંત જે લોકો છેલ્લા એન્ટિબાયોટિક લેતા હોય કે લીધી હોય તેઓ પણ રક્તદાન કરી શકતા નથી.

રક્ત કોણ આપી શકે  

રક્તદાન વિશે અનેક ગેરસમજો છે પરંતુ ૧૮થી ૫૫ વર્ષની સ્વસ્થ વ્યક્તિ કોઈ પણ બ્લડ આપી શકે છે. અને તેનાથી શરીરને કોઈ નુકસાન થતુ નથી. રક્તદાતાનું વજન ૪૫ કિલો કરતા વધુ હોવંુ જોઈએ અને હિમોગ્લોબીન ૧૨.૫ ટકા કરતા વધુ હોય તો તે રક્તદાન કરી શકે છે.  એક સમયે ૩૫૦ મિલી. જેટલંુ લોહી લેવામાં આવે છે. માત્ર પ્લેટલેટસ આપવાના હોય તો એક અઠવાડિયા બાદ તે આપી શકાય છે. રક્ત કણ બનતા ૬૦ દિવસનો સમય લાગે છે. બે રક્તદાન વચ્ચે ત્રણ મહિનાનો સમય ગાળો રાખવો જોઈએ.

;