In Ahmedabad, police arrested a young man for downloading a video of women in public
  • Home
  • Ahmedabad
  • ચાંદખેડામાં આધેડ જાહેરમાં ઉતારી રહ્યો હતો યુવતીનો વીડિયો, એક ભૂલ અને થઇ ગઇ ધોલાઇ

ચાંદખેડામાં આધેડ જાહેરમાં ઉતારી રહ્યો હતો યુવતીનો વીડિયો, એક ભૂલ અને થઇ ગઇ ધોલાઇ

 | 5:10 pm IST

અમદાવાદ શહેરમાં મહિલાઓ અને બાળકી હવે જાણે સુરક્ષીત નથી તેવા કિસ્સા અવારનવર પ્રકાશમાં આવી રહ્યા છે. ક્યાંક નાની બાળકીઓ પર અડપલા કરવામાં આવે તો ક્યાંક મહિલાઓની છેડતી થાય છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક અધેડ દ્વારા મહિલાના બિભસ્ત વીડિયો ઉતારતા આધેડને પોલીસે હવાલે કરાયો છે.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં થોડા સમય પહેલા પણ યુવતીની છેડતી કરતા યુવક ઝડપાયો હતો. તે સ્થળ પર જ વધુ એક વખત યુવતીનો વીડિયો બનાવનાર આધેડને યુવતીઓએ સબક શીખવાડ્યો છે. જગતપુર રોડ પર આવેલ સેવી સ્વરાજ આકાંશા ફ્લેટ નજીક આધેડ વયનો પુરુષ યુવતીનો વીડીયો બનાવતો હોવાની જાણ યુવતીઓને થઈ હતી. યુવતી દ્વારા સતર્કતા દાખવી અને હિંમતપૂર્વક આધેડનો ફોન લઈ તેને જાતે તપાસ કરતા આખો મામલો સામે આવ્યો હતો.

ફરિયાદી યુવતીનો આરોપ છે કે તેને આધેડનો મોબાઈલ લઈને તેમાં તપાસ કરતા તેઓનો વીડીયો મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આસપાસની યુવતીઓ ભેગી થઈને આધેડને માર માર્યો હતો. બાદમાં પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવતીની ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આરોપી જયેશ પટેલ એ.સી. રિપેરીંગનું કામ કરે છે અને સી.ટી.એમ. ચાર રસ્તા પાસે રહેતો હોવાનું જાણવા મળ્યું છે.

ફરિયાદી યુવતી તેમજ આધેડ સાથે થયેલ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. જેમાં આધેડ ફોન પર વાત કરવાનો ઢોંગ કરતો હતો પરંતુ તેના ફોનની ફ્લેશલાઈટ ચાલુ છે જે સ્પષ્ટ સીસીટીવીમાં સામે આવ્યુ છે. આ મહિલાની સતર્કતાના કારણે અને તેને પોતાની સુરક્ષા માટે ભરેલા પગલાથી છેડતી કરનાર આધેડ પોલીસના હાથે ઝડપાયો છે પરંતુ આવા અનેક રોમિયોગીરી કરતા સખ્શો યુવતી અને મહિલાઓની જાહેરમાં છેડતી કરતા હોય છે. પણ ઘણી મહિલાઓ ડરના કારણે ફરિયાદ ન કરતા આવા રોમિયો બિન્દાસ્ત ફરતા હોય છે અને સમાજમાં દુષણ ફેલાવતા હોય છે.

આ વીડિયો પણ જુઓ : ભરૂચના કેબલ બ્રિજના ટોલબુથ પર મારામારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન