અજય દેવગણની ફિલ્મમાં રાજકુમાર રાવ અને નુસરત બનશે તુર્રમ ખાન - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • અજય દેવગણની ફિલ્મમાં રાજકુમાર રાવ અને નુસરત બનશે તુર્રમ ખાન

અજય દેવગણની ફિલ્મમાં રાજકુમાર રાવ અને નુસરત બનશે તુર્રમ ખાન

 | 12:30 am IST

લવ સેક્સ ર ધોખાથી બોલિવૂડની કેરિયર શરૂ કરનાર રાજકુમાર રાવ અને નુસરત ભરૂચા લગભગ આઠ વરસે ફરી સાથે જોવા મળશે. અજય દેવગણ પ્રોડક્શનની ફિલ્મ તુર્રમ ખાન સોશિયલ કોમેડી હશે જેનું દિગ્દર્શન હંસલ મહેતા કરશે. ફિલ્મની વાર્તાનું બેકડ્રોપ ઉત્તર પ્રદેશના એક શહેરનું છે અને એનું શૂટિંગ નવેમ્બરમાં શરૂ થશે. બોલિવૂડમાં છેલ્લા બે વરસથી કોમેડી ફિલ્મોનો દબદબો રહ્યો છે. નુસરતની પ્યાર કા પંચનામાની સિરીઝ અને સોનુ કે ટીટૂ કી સ્વીટી હિટ થઇ છે. ગયા વરસે રિલીઝ થયેલી બરેલી કી બરફીમાં રાજકુમાર રાવે ભજવેલુ પ્રીતમ વિદ્રોહીનું પાત્ર પણ દર્શકોને ઘણું પસંદ પડયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન