firing on gujarat anand couple for loots in america woman died
  • Home
  • Baroda
  • અમેરિકામાં ગુજરાતી દંપતી ઉપર ફાયરિંગ, મહિલાને ગોળી વાગતા મોત

અમેરિકામાં ગુજરાતી દંપતી ઉપર ફાયરિંગ, મહિલાને ગોળી વાગતા મોત

 | 10:42 am IST

વિદેશમાં વધુ એક ગુજરાતી મહિલાની હત્યા કરવામાં આવી છે. મહિલા અને તેનો પતિ સ્ટોર બંધ કરી પરત ફરતા આ ઘટના બની છે. લૂંટના ઈરાદે આવેલ અશ્વેત લૂંટારુએ ગોળી મારી હત્યા કરી છે. અમેરિકાના જ્યોર્જિયાના આલબેનીમાં આ ભયાનક ઘટના બની છે.

વિદેશોમાં ગુજરાતી લોકો અસુરક્ષિત હોય એવું લાગી રહ્યું છે. વિદેશોમાં ગુજરાતીઓ ઉપર જીવલેણ હુમલાઓ થવાની ઘટનાઓ છાશવારે બનતી રહે છે. એકવાર ફરીથી અમેરિકાના જ્યોર્જિયાના આલબેનીમાં હત્યાનો બનાવ બન્યો છે.

જ્યાં અશ્વેત લૂંટારુએ ગુજરાતી દંપતી ઉપર લૂંટના ઇરાદે ફાયરિંગ કર્યું હતું. જેના પગલે મહિલાને ગોળી વાગતા તેનું મોત નીપજ્યું છે.

ઉલ્લેખનિય છે કે અમેરિકામાં એક ગુજરાતી દંપતી ઘણા વરસોથી રહે છે. આ ગુજરાતી દંપતની અમેરિકાના જ્યોર્જિયાના આલબેનીમાં સ્ટોર ધરાવે છે. મહિલા અને તેમના પતિ રાત્રે સ્ટોર બંધ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે એક અશ્વેત લૂંટારું લૂંટના ઇરાદે આવી પહોંચ્યો હતો.

ગુજરાતી દંપતી પોતાની કારમાં બેસવા જાય છે ત્યારે અશ્વેત લૂંટારુંએ તેમના ઉપર ફાયરિંગ કર્યું હતું. જેમાં પત્નીને ગોળી વાગતા તેમનું મોત નીપજ્યું હતું. આ હત્યાની ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથધરી છે.