In an interview with Sharad Pawar, Mamata Banerjee said that the UPA is not like a coalition
  • Home
  • India
  • પવાર સાથે મુલાકાતમાં મમતાનો હુંકાર, UPA ગઠબંધન જેવું કશું વધ્યું નથી

પવાર સાથે મુલાકાતમાં મમતાનો હુંકાર, UPA ગઠબંધન જેવું કશું વધ્યું નથી

 | 11:15 pm IST
  • Share

  • પવાર સાથે મુલાકાતમાં મમતાનો હુંકાર (હેડિંગ)
  • યુપીએ ગઠબંધન જેવું કશું વધ્યું નથી
  • યુપીએનું કોઈ અસ્તિત્વ જ નથી: મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસીના વડા મમતા બેનર્જીએ મુંબઈના પ્રવાસના બીજા દિવસે કોંગ્રેસ અને યુપીએ ઉપર આકરાં પ્રહાર કર્યા હતા. મુંબઈ પ્રવાસના બીજા દિવસે એનસીપીના વડા શરદ પવાર સાથે બેઠક કરી હતી. એક કલાક ચાલેલી આ બેઠકમાં ભાજપ અને કેન્દ્ર સરકાર જ કેન્દ્રમાં હતા. બીજી તરફ બેઠક બાદ મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, હવે યુપીએ ગઠબંધન જેવું કશું રહ્યું જ નથી. યુપીએનું કોઈ અસ્તિત્વ જ નથી. બધું જ પૂરું થઈ ગયું છે. બીજી તરફ તેમણે પવાર સાથેની મુલાકાત પહેલાં સિવિલી સોસાયટીના સભ્યો સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે આ બેઠકમાં પણ રાહુલ ગાંધીને જ ટાર્ગેટ કર્યા હતા. તેમનું નામ લીધા વગર મમતાએ જણાવ્યું કે, મહત્ત્વની ઘટનાઓ હોય ત્યારે કોઈ કશું કરતું નથી, વિદેશમાં જતા રહે છે. આવું કેવી રીતે ચાલશે. લોકો વિદેશ જતા રહે તો અમારે મદદ માટે બીજા રાજ્યો તરફ નજર દોડાવવી પડે છે.

ભાજપને હરાવવા મમતાની હાજરી જરૂરી

મમતા સાથે બેઠક બાદ શરદ પવારે જણાવ્યું કે, બંગાળના મુખ્યમંત્રી મારા નિવાસસ્થાને આવ્યા હતા. તેમની સાથે એક કલાક ચર્ચા થઈ. બંગાળમાં ભાજપને હરાવવાના તેમના અનુભવો તેમણે વ્યક્ત કર્યા હતા. પવાર વધુમાં કહ્યું કે, કોંગ્રેસે પણ હવે નવા વિપક્ષને ગઠબંધનમાં સ્થાન આપવા અંગે વિચાર કરવો જોઈએ. આ એવા મોરચા છે જે ભાજપને હરાવી શકે છે અને મજબૂત વિકલ્પ બની શકે છે. 2024માં ગઠબંધનું નેતૃત્ત્વ કોણ કરે છે કે કરશે તે પછીનો મુદ્દો છે પણ હાલમાં બધાએ ભાજપને હરાવવા માટે એકમંચ ઉપર આવવાની જરૂર છે. મમતાએ પણ આ વાતને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે સ્થાનિક પક્ષો એકસાથે આવશે તો જ ભાજપને હરાવી શકાશે.

મહેશજી તમને અને શાહરુખને નિશાન બનાવાયા હતા

મમતાએ પવાર સાથેની બેઠક પહેલાં સિવિલ સોસાયટી સાથે બેઠક કરી હતી. આ દરમિયાન મહેશ ભટ્ટ, જાવેદ અખ્તર જેવા કલાકારો ઉપરાંત સ્થાનિક નેતાઓ, સમાજ સેવકો, પૂર્વ જજ, સેલેબ્સ અને અનેક લોકો હાજર રહ્યા હતા. આ દરમિયાન મમતાએ મહેશ ભટ્ટને કહ્યું કે, તમારી સાથે અને શાહરુખની સાથે રાજરમત રમવામાં આવી છે. તમને લોકોને રાજકીય નિશાના બનાવાય છે. આ લોકોને બોધપાઠ શિખવવા માટે બધાએ એક થવાની જરૂર છે. આપણે જીતવું હશે તો લડવું પડશે અને એકજૂથ થવું પડશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો