In Anand, 13 inches of rain in 24 hours turned the city into a bat
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • આણંદમા આભ ફાટયુ, 24 કલાકમાં 13 ઇંચ વરસાદથી શહેર બેટમાં ફેરવાયુ Video

આણંદમા આભ ફાટયુ, 24 કલાકમાં 13 ઇંચ વરસાદથી શહેર બેટમાં ફેરવાયુ Video

 | 10:24 pm IST
  • Share

આણંદ શહેરમાં ગુરૃવારે બપોર બાદ શરૃ થયેલા અનરાધર વરસાદ વચ્ચે મોડીરાત્રે જાણે કે આભ ફાટયુ હોય તેમ અનરાધર વરસાદ વરસતા શહેર બેટમાં ફેરવાઇ જવા પામ્યુ છે. 24 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબકતા ગામડી ચાર રસ્તા, બેઠક મંદિર, આઝાદ મેદાન, નવા બસ સ્ટેશન, લક્ષ્મી સીનેમા ચાર રસ્તા, ઇસ્માઇલ નગર, ભાલેજ ઓવરબ્રિજ, ઝાયડસ હોસ્પિટલથી ગ્રીડ ચોકડી સુધીના સમગ્ર માર્ગ સહિતના વિસ્તારો બેટમાં ફેરવાતા અનેક લોકોના ઘરો અનેs દુકાનોમાં પાણી ધુસી જતાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો છે. શહેર ઉપરાંત જિલ્લાના તાલુકા મથકો અને ગ્રામ્યમા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા જનજીવનને સીધી અસર પહોંચી છે. મિલ્કસીટીનો સમગ્ર વિસ્તાર પાણી..પાણી થઇ જતાં હાલાકી વર્તાઇ છે.

ચરોતર પંથકના આણંદ જિલ્લામા વીતેલા 24 કલાક દરમ્યાન અનરાધર વરસાદે સમગ્ર વિસ્તારને ઘમરોળી નાંખતા ધંધા, રોજગારને અસર પહોંચતા દૈનિક જનજી વન ખોરવાઇ જવા પામ્યુ છે. સાંબેલાધાર વરસાદને કારણે શહેરી અને ગ્રામ્ય વિસ્તારના નીચાણવાળા સ્થળો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. અપરએર સાયકલોનની અસરોને લઇને અમુક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં લોકોને ભારે મુશ્કેલી સર્જાઇ હતી.વહેલી સવાર સુધી સતત ચાલુ રહેલા વરસાદી માહોલે વીતેલા 24 કલાકમા આણંદમાં 13 ઇંચ, બોરસદમાં પોણા 7 ઇંચ, પેટલાદમાં 6 ઇંચ, આંકલાવમાં પોણા છ ઇંચ, ખંભાત-સોજીત્રામાં 04 ઇંચ, જયારે ઉમરેઠમાં પોણા 4 ઇંચ વરસાદ નોધાયો છે. ખેડા જિલ્લામા વીતેલા ચોવીસ કલાકમાં નડિયાદ તાલુકામાં 8 ઇંચ, મહુધામાં સવા પાંચ ઇંચ, વસો-માતર તાલુકામાં પોણા 4 ઇંચ, ઠાસરામા ૩ ઇંચ, મહેમદાવાદમાં પોણા ૩ ઇંચ, કપડવંજ તાલુકામાં અઢી ઇંચ, ખેડામાં સવા 2 ઇંચ, ગળતેશ્વરમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્તા તમામ વિસ્તારો જળતરબોળ થયા છે. સાથોસાથ શુક્વારે સવારથી બન્ને જિલ્લાઓમાં ઝરમર અને ઝાપટાનો દોર ચાલુ રહેતા તમામ તાલુકાઓમાં અર્ધો ઇંચથી દોઢ ઇંચ સુધીનો વરસાદ થયો છે. મોન્સુન માહોલને લઇને રહીશોની દૈનિક અવરજવર ઉપર પણ અસરો વર્તાઇ છે. નૈઋત્યના ચોમાસાના આગમનના લાંબા અરસા બાદ તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વૃષ્ટિ થતાં ખરીફપાક માટે ઉજળી આશા જાગી છે. સમગ્ર પંથકમાં વરસાદી માહોલ રચાતા બાકી રહેલી વાવણી માટે ખેડૂતોએ ડાંગર સહિતના પાકનુ વાવેતર શરૃ કરી દીધુ છે.

આણંદનુ લોટેશ્વર તળાવ ઓવરફલો

શહેરના લોટિયા ભાગોળમાં આવેલુ લોટેશ્વર તળાવ ઓવરફલો થતાં આસપાસ વસતા રહીશોમાં ચિંતા વ્યાપી છે. જેમાં વરસાદી પાણી ભરાઇને બહાર આવતા સ્થાનિક લોકોમાં ઘરોમાં પાણી ઘુસી ન જાય તેની દહેશત પ્રગટી છે.સાથોસાથ શહેરનુ ગોયાતળાવ પણ ઓવરફ્લો થયુ હતુ, તદુપરાંત મલાતજ, લાંભવેલ, ભુમેલ, કરમસદ, બાકરોલ ગામના તળાવો સહિત ખેડા જિલ્લામા પણ વીણા ગામના તળાવમાં પાણીનો ફલો વધ્યો હોવાનુ સૂત્રોએ જણાવ્યુ છે.

લોકોને ઘરમાં પુરાઇ રહેવાની ફરજ પડી

ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ જતાં જે-તે સ્થળે વસવાટ કરતાં લોકોને ઘરમાં પાણી ઘુસી ન જાય તેવી દહેશત અને વરસાદી ઝરમર વચ્ચે ગુરૃવારે દિવસભર રહેઠાણોમાં પુરાઇ રહેવાની ફરજ પડી હતી. જેમાં કેટલાક નોકરીયાત, વ્યવસાયિકોએ પણ પ્રતિકૂળ માહોલમાં અન્ય સ્થળે જવાનુ ટાળીને પરિવારજનો સાથે રહેવાનુ મુનાસીબ માન્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન