આણંદમાં મિત્રએ કુતરાની લેતીદેતીમાં મિત્રનું ઢીમ ઢાળી દીધું - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • આણંદમાં મિત્રએ કુતરાની લેતીદેતીમાં મિત્રનું ઢીમ ઢાળી દીધું

આણંદમાં મિત્રએ કુતરાની લેતીદેતીમાં મિત્રનું ઢીમ ઢાળી દીધું

 | 8:41 pm IST

આણંદ ગણેશ ચોકડી ઓવરબ્રીજ નીચે કુતરાની લેતીદેતીના પૈસાની બાબતમાં બે મિત્રો વચ્ચે ઝઘડો થતાં આવેશમાં આવેલા મિત્રએ મિત્રના તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી સ્થળ પર જ હત્યા કરી જાતે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જતાં પોલીસે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

આજે સાંજના સુમારે બનેલી ઘટના અંગે મળતી માહિતી મુજબ આણંદમાં ગણેશ ચોકડીથી ચિખોદરા ચોકડી તરફ જતાં ઓવરબ્રીજ નજીકમાં મહર્ષી એપાર્ટમેન્ટમાં રહેતાં અર્પિત પટેલ અને ભાલેજમાં રહેતાં મનન પટેલ બંને મિત્રો વચ્ચે કુતરાના વેચાણ બાદ પૈસાની લેતિદેતિ સંદર્ભે વિવાદ થયો હતો. વિવાદ દરમિયાન બંને એક બીજા સાથે મારમારી ઉપર ઉતરી આવતાં ઉશ્કેરાયેલા અર્પિત પટેલે પોતાની સાથે લાવેલા તિક્ષ્ણ હથિયારથી મિત્ર પર હુમલો કરી દીધો હતો. અને ઉપરા છાપરી ઘા મારી દેતાં સ્થળ પર જ લોહિલુહાણ હાલતમાં પડયો હતો. અને મોતને ભેટયો હતો. ઘટના બાદ અર્પિત પટેલ જાતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. તેણે મિત્રની કબુલાત કરી હોવાની કબુલાત કરી હતી.

આરોપીની કબુલાતના પગલે હરકતમાં આવી ગયેલી પોલીસ એમ્બ્યુલન્સ સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી અને લોહીલુહાણ હાલતમાં પડેલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આરોપીને ટાઉન પોલીસ સ્ટેશન લાવી હત્યાનો ગુનો દાખલ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.