અંધેરીમાં આગઃ કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ - Sandesh
  • Home
  • Mumbai
  • અંધેરીમાં આગઃ કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ

અંધેરીમાં આગઃ કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ

 | 2:36 am IST

। મુંબઈ ।

અંધેરી પૂર્વના મોગરા પાડામાં આવેલી મધુ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટની એક ઇમારતમાં આજે સવારે ૧૦ વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં ફાયર બ્રિગેડના ઓફિસર યોગેશ શેલાર દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા. શોર્ટ ર્સિકટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. આગનો વ્યાપ એટલો બધો હતો કે તેના પર અંકુશ મેળવવા ૧૫ ફાયર એન્જિન ધસી જવા છતાં આગને કાબૂમાં લેવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ગયા મહિને જ પરેલના ક્રિસ્ટલ ટાવરમાં લાગેલી આગમાં ૪ના મોત થયા હતા અને ૧૬ જણ ઘાયલ થયા હતા. મધુ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં પણ આગની સાથે બહુ મોટા પ્રમાણમાં ધુમાડો પણ થયો હતો. એ ઇમારતમાં બહારની સાઇડ કાચની પેનલ લગાડાઈ હોવાથી ધુમાડો બહાર જઈ શક્યો નહોતો.

ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ સાથે પાલિકાના અધિકારીઓ અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મધુ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ફાયરના નિયમોનું પાલન કરાયું હતું કે નહી એ વિશે હવે પાલિકા દ્વારા તપાસ ચલાવાશે. આગનું ચોક્કસ કારણ ફાયર બ્રિગેડની ઝીણવટભરી તપાસ બાદ જ બહાર આવી શકશે.

;