In Antilia shah rukh khan to shahid kapoor at mukesh ambani party
  • Home
  • Featured
  • Photos: અંબાણીને ત્યાં ભવ્ય પાર્ટી, શાહરૂખ-ઐશ્વર્યા, શાહિદ કપૂર મહેમાન બનીને માલ્યા

Photos: અંબાણીને ત્યાં ભવ્ય પાર્ટી, શાહરૂખ-ઐશ્વર્યા, શાહિદ કપૂર મહેમાન બનીને માલ્યા

 | 11:20 am IST

દેશના દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણી પાર્ટી આપે તો કંઈ બાકી રાખે. ગઇ કાલે મુકેશ અનિલ અંબાણીની ભાણકી નયનતારા કોઠારીનું પ્રી વેડિંગ હતુ જેમાં ફિલ્મી સિતારાઓ ખાસ અતિથિ બનીને પાર્ટીમાં માલ્યા હતા. આ પાર્ટીમાં અભિષેક બચ્ચન ઐશ્વર્યા રાય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

ગોલ્ડન બોર્ડરના રેડ સુટમાં ઐશ્વર્યા ખુબજ આકર્ષક લાગતી હતી. ઐશ્વર્યાએ લાઈટ જ્વેલરી પહેરી હતી જે તેને વધારે સુંદર બનાવતી હતી. અભિષેકે બ્લેક ફોર્મલ કોટ પેન્ટ પહેર્યા હતા. આકર્ષક કપલને જોનારા જોતા જ રહ્યા.

મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણી તેના મિત્રો સાથે પાર્ટીમાં પહોંચી હતી. પીચ કલરના આઉટફિટમાં ઈશા ખુબજ ગોર્જિયસ લાગતી હતી. પાર્ટીમાં ઈશા અંબાણીના પતિ અને આનંદ પિરામલ હાજર રહ્યા હતા.

પાર્ટીમાં અનિલ અંબાણી પત્ની ટીના અંબાણી સા્થે પહોંચ્યા ત્યારે આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતાએ તેમનું સ્વાગત કર્યુ હતુ. આ પાર્ટી એન્ટીલિયામાં આયોજીત કરવામાં આવી હતી. પાર્ટીમાં અનંત અંબાણી પણ હાજર રહ્યો હતો.

આ પાર્ટીમાં અનિલ કપૂર પત્ની સુનિતા કપૂર સાથે દેખાયો હતો. આ પાર્ટીમાં કીંગ ખાન પણ હાજર રહ્યો હતો. બોલિવુડનું પાવર કપલ શાહિદ કપૂર અને મીરા રાજપુત પણ ખુબજ આકર્ષક લાગતા હતા. શાહિદે મીરાનો હાથ પકડી રાખ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન