આસામમાં NRC પછી લોકોને ડિટેક્ટ, ડિલીટ, ડિપોર્ટ કરીશું : રામ માધવ - Sandesh
  • Home
  • India
  • આસામમાં NRC પછી લોકોને ડિટેક્ટ, ડિલીટ, ડિપોર્ટ કરીશું : રામ માધવ

આસામમાં NRC પછી લોકોને ડિટેક્ટ, ડિલીટ, ડિપોર્ટ કરીશું : રામ માધવ

 | 2:27 am IST

। નવી દિલ્હી ।

ભાજપના મહાસચિવ રામ માધવે આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનમાંથી બાકાત કરાયેલા ૪૦ લાખ લોકોનાં સંદર્ભમાં થ્રીડીની ફોર્મ્યુુલા રજૂ કરી હતી જેમાં ડિટેક્ટ એટલે કે શોધી કાઢવા, ડિલીટ એટલે કે મતદારોની યાદીમાંથી નામ રદ કરવું અને ડિપોર્ટ એટલે કે ભારતમાંથી હકાલપટ્ટી કરીને તેમના દેશમાં પાછા મોકલવા. તેઓ એનઆરસી : ડિફેન્ડિંગ ધ બોર્ડર્સ, સિક્યોરિંગ ધ કલ્ચર વિષય પર બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે જે લોકો ખરેખર ભારતનાં નાગરિકો છે તેમને પુરાવા સાથે તેમની નાગરિકતા પુરવાર કરવાની તક અપાશે. એનઆરસીથી તમામ ગેરકાયદે નાગરિકોની ઓળખ શક્ય બનશે. આ પછી મતદાર યાદીમાંથી તેમના નામ હટાવાશે અને સરકારી લાભ આપવાના બંધ કરાશે અને છેલ્લે તેમના દેશમાં પાછા મોકલવામાં આવશે. ૧૯૫૦માં તત્કાલીન વડા પ્રધાન નહેરુએઅન્ય દેશનાં ઘૂસણખોરોનીગંભીરતાને ધ્યાનમાં લઈને વિદેશીઓને આસામમાંથી હાંકી કાઢવા કાયદોઘડયો હતો.

દરેક બાંગ્લાદેશીને વીણી વીણીને કાઢીશું : અમિત શાહ

ભાજપ પ્રમુખ અમિત શાહે જયપુરમાં કહ્યું હતું કે, આસામમાંથી દરેક બાંગ્લાદેશીને વીણી વીણીને કાઢીશું. ભાજપનો સંકલ્પ છે કે ભારતમાં એકપણ બાંગ્લાદેશી ઘૂસણખોરને રહેવા દેવાશે નહીં. જેઓ આસામમાં એનઆરસીનો વિરોધ કરે છે તેના પર શાહે પ્રહાર કર્યા હતા. શાહે કહ્યું કે વોટબેન્કની ચિંતા કરનારાઓ આજકાલ માનવ અધિકારની વાતો કરે છે પણ તેમને દેશ કે ગરીબની ચિંતા નથી. પાક. વિસ્થાપિત હિન્દુઓ માટે પીએમ મોદી સિટીઝન એમેન્ડમેન્ટ બિલ લાવ્યા છે. જેઓ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશની આવેલા શીખ, હિંદુ, બૌદ્ધ અને જૈન છે તેઓ ઘૂસણખોરો નથી પરંતુ શરણાર્થી છે તેમને ભારતમાં નાગરિકતા અપાશે.

;