in-august-2018-top-selling-10-cars
  • Home
  • Technology
  • આ છે ઓગસ્ટમાં સૌથી વધુ વેચાયેલી 10 કારો

આ છે ઓગસ્ટમાં સૌથી વધુ વેચાયેલી 10 કારો

 | 3:20 pm IST

ભારતમાં સૌથી વધુ વેચાતી કારની વાત કરીએતો ઓગસ્ટ 2018માં ભારતમાં આ 10 કારોનું વેચાણ કરવામાં આવ્યુ.અલ્ટો કારે સૌથી વધુ વેચાણ કર્યુ હતુ. ભારતમાં ખુબ વધારે સમયથી લોકપ્રીય કારોની યાદીમાં આ કાર રહી હતી. અલ્ટોના ઓગસ્ટમાં કુલ 22,237 યુનિટ્સના વેચાણ થયુ હતુ.

બીજા નંબર પર મારૂતિની જ કાર છે. Maruti Suzuki dzire પહેલા આ કાર નંબર વન પર રહી ચુકી છે. ઓગસ્ટમાં તે બીજા નંબર પર આવી ઉભી છે. મારૂતિ સુઝુકી ડિઝાયરના કુલ 22,237 યુનિટ્સના વેચાણ થયુ હતુ. Maruti Suzuki swift મારૂતિની સૌથી લોકપ્રીય કારોમાં ત્રીજા નંબર પર છે. તેના કુલ 19,115 યુનિટ્સના વેચાણ થયા છે.

મારૂતિ સુઝુકી બલેનો ચોથા સ્થાન પર છે. તેના કુલ 17,713 યુનિટ્સના વેચાણ થયુ છે. મારૂતિ સુઝુકી વેગનઆરના કુલ 13,658 યુનિટ્સના વેચાણ થયા છે. મારૂતિ વિટારા બ્રેઝર મારૂતિ સુઝુકીની એસયુવી વિટારા બ્રેઝા છઠ્ઠા નંબર પર છે. તેના કુલ 13,271 યુનિટ્સના વેચાણ થયા છે.

Hyundai Grand I-10નું ઓગસ્ટમાં કુલ 11,489 યુનિટ્સના વેચાણ થયા છે આ કાર સાતમાં નંબર પર છે. Hyundai Elite I 20 આઠમા નંબર પર છે આ કારના 11,475 મોડલ વેચાયા છે.Hyundaiની Crata નવમા સ્થાને છે. તેના કુલ 10,394 યુનિટ્સના વેચાણ થયા છે Honda Amaze દસમાં સ્થાને છે ઓગસ્ટમાં તેના કુલ 9644 યુનિટ્સના વેચાણ થયા છે.