બહુચરાજી : ભાજપના 2000થી વધુ પાટીદારો કોંગ્રેસમાં જોડાયાં - Sandesh
  • Home
  • Gujarat
  • બહુચરાજી : ભાજપના 2000થી વધુ પાટીદારો કોંગ્રેસમાં જોડાયાં

બહુચરાજી : ભાજપના 2000થી વધુ પાટીદારો કોંગ્રેસમાં જોડાયાં

 | 10:59 pm IST

કોંગ્રેસે શરૃ કરેલી નવસર્જન યાત્રાના ત્રીજા દિવસે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ યાત્રાધામ બહુચરાજીમાં મા બહુચરના દર્શન કરી આશર્વાદ મેળવ્યાં બાદ મણીધર વિલેજના મેદાનમાં ઉપસ્થિત 10હજારથી વધુ લોકોની જાહેરસભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ગુજરાતના લોકો ભાજપની શાસન પ્રણાલીથી નારાજ છે. દરેક સમાજ પોતાના અધિકાર માટે આંદોલન કરી રહ્યો છે. ખેડૂત, વેપારી, મહિલાઓ, બેરોજગારો પોતાના અધિકાર માટે સંધર્ષ કરી રહ્યાં છે. મોદીજી મનની વાત કરે છે પણ પ્રજાના મનની વાત સાંભળતાં નથી. ખેડૂતોનું દેવું માફ થતું નથી. નર્મદાના નીર ખેડૂતોને મળતાં નથી. શિક્ષણનું વેપારીકરણ થતાં ગરીબો 1012 લાખ આપી શકતાં નથી. અને તેમના બાળકો ડોક્ટર કે એન્જીનિયર બની શકતાં નથી. 30 લાખ બેરોજગારો રોજગારી માટે ઝઝુમી રહ્યાં છે. ચીન બે દિવસમાં જે કરે છે તે મોદીજીનું મેક ઈન ઈન્ડીયા એક વર્ષમાં કરી શકતુ નથી. ચીન 24કલાકમાં 50હજાર યુવાનોને રોજગારી આપે છે તેની સામે મોદીજીની સરકાર 450 યુવાનોને રોજગારી આપી શકતી નથી. બે કરોડ બેકારોને રોજગારી આપવાના વચનો આપનાર મોદીજી ચીન સાથે સ્પર્ધાની અને મેડ ઈન ઈન્ડીયાની વાતો કરે છે પણ દરેક ક્ષેત્રેમાં મેડ ઈન ચાઈનાનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. તેઓએ નોટબંધીને કેટલાંક લોકોના કાળાનાણાને સફેદ કરવાનું પૂર્વ આયોજીત પ્લાનિંગ ગણાવ્યું હતું અને જીએસટીને મોદી સરકારની નિષ્ફળતા ગણાવી હતી. અલ્પેશ ઠાકોરે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને તો મારુતી- હોન્ડા જેવી કંપનીઓમાં સ્થાનિક યુવાનોને રોજગારી આપવાની ખાત્રી પ્રાસંગિક પ્રવચનો કર્યા હતાં. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને સિદ્ધાર્થ પટેલ ભાજપની નીતિ-રીતિ અલગ ગણાવી ગંભીર આક્ષેપો કર્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં બહુચરાજી ભાજપના 2000થી વધુ પાટીદારો કોંગ્રેસમાં જોડાયાં હતાં.